ARAVALLIGUJARATMODASA

મોડાસા – ક્રિકેટમાં અંડર-19 વિશ્વ વિજેતા ખિલન પટેલનું બી – કનઈ હાઈસ્કૂલ ખાતે ભવ્ય સન્માન

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

મોડાસા – ક્રિકેટમાં અંડર-19 વિશ્વ વિજેતા ખિલન પટેલનું બી – કનઈ હાઈસ્કૂલ ખાતે ભવ્ય સન્માન

મોડાસા કેળવણી મંડળ સંચાલિત બી-કનઈ શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી ખિલન પટેલે અંડર-19 ક્રિકેટ વર્લ્ડ કપ-2026 માં શાનદાર પ્રદર્શન કરી વિશ્વ વિજેતા બનવાનું બહુમાન મેળવ્યું છે. આ ઐતિહાસિક સિદ્ધિ બદલ આજે શાળા પરિવાર અને મોડાસા કેળવણી મંડળ દ્વારા તેમનું ભવ્ય વિજય સન્માન કરવામાં આવ્યું હતું .ખિલન પટેલનું શાળાના મુખ્ય દ્વાર પર ઢોલ-નગારા અને પુષ્પવર્ષા સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ ‘ભારત માતા કી જય’ ના નારા લગાવી સમગ્ર વાતાવરણ ગજવી દીધું હતું.

મોડાસા કેળવણી મંડળના પ્રમુખ  બિપીનભાઈ ર શાહ, ઉપપ્રમુખ l પંકજભાઈ બુટાલા તેમજ નિખિલભાઈ શાહ અને અન્ય હોદ્દેદારોઓ દ્વારા ખિલનને સ્મૃતિચિહ્ન અને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યો હતો. સંસ્થાના પ્રમુખએ જણાવ્યું હતું કે, “ખિલને માત્ર શાળાનું જ નહીં પણ સમગ્ર અરવલ્લી જિલ્લા અને ગુજરાતનું નામ વૈશ્વિક સ્તરે રોશન કર્યું છે.”પોતાની સફળતાનો શ્રેય શાળાના ગુરુજનો અને માતા-પિતાને આપતા ખિલને જણાવ્યું કે, “આ જ મેદાન પર રમીને મેં ક્રિકેટના પાઠ શીખ્યા છે. સખત પરિશ્રમ અને આત્મવિશ્વાસ હોય તો નાના શહેરનો યુવાન પણ વિશ્વ જીતી શકે છે.”આ પ્રસંગે શાળાના કેમ્પસ ડાયરેક્ટર  જે. પી ઉપાધ્યાય તેમજ આચાર્યશ્રી કુંદન સિંહ જોદ્ધા , વાઇસ પ્રિન્સિપાલ  વિક્કી ડી સોની , શિક્ષકગણ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીની આ સફળતાથી વર્તમાન વિદ્યાર્થીઓમાં પણ રમતગમત પ્રત્યે નવો ઉત્સાહ જોવા મળ્યો હતો. સમગ્ર મોડાસા પંથકમાં ખિલન પટેલની આ સિદ્ધિની ખુશીની લહેર પ્રસરી ગઈ છે.

Back to top button
error: Content is protected !!