MORBI:મોરબીના રવાપરમાં વૃદ્ધ મકાનમાલિકને મકાન ખાલી કરવા ધમકી આપી ગાળો ભાંડી, બે શખ્સો સામે ફરિયાદ

MORBI:મોરબીના રવાપરમાં વૃદ્ધ મકાનમાલિકને મકાન ખાલી કરવા ધમકી આપી ગાળો ભાંડી, બે શખ્સો સામે ફરિયાદ
મોરબી: શહેરના પોશ ગણાતા રવાપર રોડ પર આવેલા એક એપાર્ટમેન્ટમાં ભાડે આપેલું મકાન ખાલી કરાવવા બાબતે વૃદ્ધ મકાનમાલિકને ફોન પર બિભત્સ ગાળો આપી, જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ઘટના સામે આવી છે. આ મામલે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે બે શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, રવાપર રોડ પર બોની પાર્ક પાસે આવેલ નંદની એપાર્ટમેન્ટના ફ્લેટ નંબર 301માં રહેતા અમૃતભાઈ દેવજીભાઈ આદ્રોજા (ઉ.વ. 60) એ પોલીસ ફરિયાદ નોંધાવી છે. અમૃતભાઈનું એક મકાન ભાડે આપેલ હોય, જે ખાલી કરાવવા બાબતે વિવાદ સર્જાયો હતો.
આરોપી ડેનિસ પ્રજાપતિ (રહે. ગાયત્રીનગર, મોરબી) એ ફરિયાદી અમૃતભાઈને ફોન કર્યો હતો. ત્યારબાદ અન્ય એક શખ્સ મહેશભાઈ ડાંગર (કે સંજયભાઈ ડાંગર) એ પણ ફરિયાદી સાથે ઉદ્ધત વર્તન કરી જેમ ફાવે તેમ ગાળો આપી હતી.સવાર સુધીમાં મકાન ખાલી કરવા અલ્ટીમેટમ
આરોપીઓએ વૃદ્ધને ધમકાવતા જણાવ્યું હતું કે, જો સવારના 10:00 વાગ્યા સુધીમાં મકાન ખાલી કરવામાં નહીં આવે તો તેમને જોઈ લેશે. આ પ્રકારની ગુનાહિત ધમકી મળતા ગભરાયેલા વૃદ્ધે અંતે પોલીસના દ્વાર ખખડાવ્યા હતા.
વૃદ્ધની ફરિયાદના આધારે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) ની નીચે મુજબની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે:
કલમ 351 (2): ગુનાહિત ધમકી આપવી. કલમ 352: શાંતિ ભંગ કરવાના ઈરાદાથી અપમાનિત કરવા.કલમ 54: સમાન ઈરાદો રાખવો.પોલીસે હાલ આ મામલે ગુનો નોંધીને આરોપીઓની અટકાયત કરવાના ચક્રો ગતિમાન કર્યા છે.








