GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીમાં જૂની અદાવતમાં એક શખ્સે દુકાનદાર પર ધોકા વડે હુમલો કર્યો

 

MORBI:મોરબીમાં જૂની અદાવતમાં એક શખ્સે દુકાનદાર પર ધોકા વડે હુમલો કર્યો

 

​મોરબી: શહેરના ભરચક વિસ્તાર ગણાતા ત્રિકોણ બાગ પાસે આવેલી જે.પી. માર્કેટમાં એક યુવક પર હિંસક હુમલો થયાની ઘટના સામે આવી છે. અગાઉ થયેલા ઝઘડાનો ખાર રાખી એક શખ્સે વેપારીને દુકાનમાં ઘૂસીને ગાળો આપી ધોકા વડે માર માર્યો હતો. આ અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.



​મળતી વિગતો અનુસાર, મોરબીના વાવડી રોડ પર આવેલા ગાયત્રીનગર-૧ માં રહેતા ભાવિકભાઈ પ્રદીપભાઈ પરમાર (ઉ.વ. ૩૧) નામનો યુવક ત્રિકોણ બાગ પાસે જે.પી. માર્કેટમાં ‘ભાવિક ટેલિકોમ’ નામની દુકાન ચલાવે છે. ગત રોજ ભાવિકભાઈ પોતાની દુકાને હતા, ત્યારે આરોપી હિરેન નંદલાલભાઈ ધામેચા (રહે. મીરા પાર્ક, વાવડી રોડ) ત્યાં આવી પહોંચ્યો હતો.આરોપીએ જૂના ઝઘડાનું મનદુઃખ રાખી ભાવિકભાઈ સાથે ગાળાગાળી શરૂ કરી હતી. જ્યારે ફરિયાદીએ ગાળો આપવાની ના પાડી, ત્યારે ઉશ્કેરાયેલા હિરેને પોતાની પાસે રહેલા ધોકા વડે ભાવિકભાઈને આડેધડ માર મારી ઈજાઓ પહોંચાડી હતી.​હુમલા બાદ ઈજાગ્રસ્ત યુવકે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આરોપી હિરેન ધામેચા વિરુદ્ધ ગુનો નોંધી તેને ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.

Back to top button
error: Content is protected !!