MORBI:મોરબીમાં પછાત વર્ગના લોકો નાં વિસ્તારમાં મગરમચ્છ ની પીઠ જેવા રોડ કાયમ ઉભરાતી ગટરના ગંદા પાણી ની સમસ્યા

MORBI:મોરબીમાં પછાત વર્ગના લોકો નાં વિસ્તારમાં મગરમચ્છ ની પીઠ જેવા રોડ કાયમ ઉભરાતી ગટરના ગંદા પાણી ની સમસ્યા
રીપોર્ટ:- શ્રીકાંત પટેલ વાત્સલ્ય સમાચાર મોરબી .
મોરબી શહેર માં મહાનગરપાલિકા નો દરજ્જો મળ્યા પછી અનેક વિસ્તારોમાં રોડ ભુગર્ભ ગટર જેવા વિકાસનાં કામો થઈ રહ્યા છે ત્યારે પછાત વર્ગના લોકો રહેતા હોય તેવા વિસ્તારમાં ઓરમાયુ વર્તન હોય તેમ તે વિસ્તારમાં કોઈ વિકાસના કામ થયા નથી તેમ સ્થાનિક લોકો જણાવી રહ્યા છે આ બાબતે વાત કરીએ તો મોરબી ના સામા કાંઠા વિસ્તારમાં સો ઓરડી વિસ્તાર ની પાછળ આવેલ ઉમિયાનગર મુખ્ય રોડ અને અને ભડીયાદ રોડ ઉપર દલીત સમાજ ભીલ અને આદીવાસી સમાજ સહિત નાં પછાત વર્ગના લોકો રહે છે તે વિસ્તારમાં નથી રોડ ની સુવિધા કે ભૂગર્ભ ગટર ની સુવિધા આપી છે તો કોઈ ધ્યાન આપતું નથી કાયમ રોડ ઉપર ગટ્ટર ઉભરાતી હોય છે. અહીં થી રોજગાર માટે હજારો લોકો ની અવરજવર છે તે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે બાઈક કે અન્ય વહાન ભુગર્ભ ગટર નાં ગંદા પાણી માંથી પસાર થાય છે ત્યારે પાણી ની દુર્ગંધ આજુબાજુ માં પ્રસરે છે. લાંબા સમયથી રજુઆત કરી છે છતાં મહાનગરપાલિકા દ્વારા ધ્યાન આપવામાં આવતું ન હોય આ વિસ્તારમાં પછાત વર્ગના લોકો રહેતા હોય મહાનગરપાલિકા નું ઓરમાયુ વલણ રાખે છે તેવો આક્ષેપ આ વિસ્તારના આગેવાન વિનોદભાઈ પરમારે કર્યો છે. ત્યારે મહાનગરપાલિકા આ વિસ્તારમાં રોડ અને ભુગર્ભ ગટર નાં ઉભરાતા ગંદા પાણીના નિકાલ કરે તેવું આ વિસ્તારના લોકો ઈચ્છે છે.










