GUJARATSINORVADODARA

સાધલી ખાતે સરદાર ફર્સ્ટ સ્ટેપ સ્કૂલમાં 80મા સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી: ભૂલકાંઓએ પિરામિડ અને દેશભક્તિના કાર્યક્રમો રજૂ કર્યા..


ફૈઝ ખત્રી..શિનોર
સાધલી સ્થિત સરદાર ફર્સ્ટ સ્ટેપ સ્કૂલ ખાતે 80મા સ્વાતંત્ર્ય દિવસની હર્ષોલ્લાસ અને દેશભક્તિના માહોલ વચ્ચે શાનદાર ઉજવણી કરવામાં આવી હતી.
કાર્યક્રમની મુખ્ય વિગતો:
કાર્યક્રમના પ્રારંભે અલ્તાફ રંગરેજ દ્વારા તિરંગો ફરકાવવામાં આવ્યો હતો અને ઉપસ્થિત સૌએ રાષ્ટ્રગીત ગાઈ ત્રિરંગાને સલામી આપી હતી.

નર્સરી, જુનિયર કેજી, સિનિયર કેજી તેમજ બાલવાટિકાના નાના ભૂલકાંઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ વિવિધ દેશભક્તિ ગીતો પર નૃત્ય અને પરફોર્મન્સ રજૂ કર્યા હતા.

બાળકો દ્વારા હાથમાં તિરંગો લહેરાવીને બનાવવામાં આવેલા વિશેષ માનવ પિરામિડ અને સૈનિકના પોશાકમાં સજ્જ ભૂલકાંઓની દેશભક્તિ સલામીએ ઉપસ્થિત મહેમાનો તેમજ વાલીઓનું મન મોહી લીધું હતું.
ઉપસ્થિતિ: શાળા પરિવાર, શિક્ષકો, બાળકો અને મોટી સંખ્યામાં ગ્રામજનોએ હાજર રહી આ રાષ્ટ્રીય પર્વની ઉજવણીને સફળ બનાવી હતી.

Back to top button
error: Content is protected !!