MORBI:મોરબી જલારામ ધામ ખાતે પૂ. જલારામ બાપાની ૧૪૫મી પુણ્યતિથિની ભવ્ય ઉજવણી

MORBI:મોરબી જલારામ ધામ ખાતે પૂ. જલારામ બાપાની ૧૪૫મી પુણ્યતિથિની ભવ્ય ઉજવણી: ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ
મોરબીના અયોધ્યાપુરી રોડ પર આવેલ સુપ્રસિદ્ધ જલારામ ધામ ખાતે સંત શિરોમણી પૂજ્ય જલારામ બાપાની ૧૪૫મી પુણ્યતિથિની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં જલારામ ભક્તો ઉમટી પડ્યા હતા.
આ સમગ્ર ધાર્મિક મહોત્સવનું આયોજન સ્વ. દેવરામભાઈ કાથરાણી પરિવાર (હસ્તે: સ્વ. મનસુખભાઈ દેવરામભાઈ, જગદીશભાઈ દેવરામભાઈ તથા નિતીનભાઈ દેવરામભાઈ) ના આર્થિક સહયોગથી કરવામાં આવ્યું હતું. કાથરાણી પરિવારે સેવાની પરંપરા જાળવી રાખી બાપાના ચરણોમાં પોતાની ભક્તિ અર્પણ કરી હતી.
પુણ્યતિથિ નિમિતે સવારથી જ મંદિરમાં ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો. આયોજનના મુખ્ય અંશો નીચે મુજબ રહ્યા હતા: સુમધુર કંઠે બાપાની ધૂન અને ભજનોની રમઝટ બોલી હતી, જેનાથી સમગ્ર સંકુલ ગુંજી ઉઠ્યું હતું.સાંજના સમયે પૂજ્ય બાપાની ભવ્ય મહાઆરતી યોજાઈ હતી, જેમાં સેંકડો ભક્તોએ એકસાથે જોડાઈને દર્શનનો લાભ લીધો હતો.આરતી બાદ જલારામ ધામ ખાતે વિશાળ સંખ્યામાં ભક્તોએ પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી.જલારામ ધામના ટ્રસ્ટીઓ અને સેવકો દ્વારા આ પ્રસંગે ઉપસ્થિત રહેલા તમામ શ્રદ્ધાળુઓ અને સહયોગી કાથરાણી પરિવારનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.









