દાહોદ બસ સ્ટેન્ડ ખાતે “સ્પર્શ” રક્તપિત્ત જનજાગૃતિ અભિયાન અંતર્ગત ભવાઈ કાર્યક્રમ યોજાયો

તા.૧૩.૦૨.૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ બસ સ્ટેન્ડ ખાતે “સ્પર્શ” રક્તપિત્ત જનજાગૃતિ અભિયાન અંતર્ગત ભવાઈ કાર્યક્રમ યોજાયો
“ચાલો સૌ સાથે મળીને જાગૃતિ લાવીએ”દાહોદ તાલુકાના અર્બન વિસ્તારમાં આવેલ દાહોદ બસ સ્ટેન્ડ ખાતે “સ્પર્શ” રક્તપિત્ત જનજાગૃતિ અભિયાન અંતર્ગત ભવાઈ કાર્યક્રમ દ્વારા જનજાગૃતિ ફેલાવવામાં આવી. કાર્યક્રમ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. ઉદય ટીલાવત, જિલ્લા રક્તપિત્ત અધિકારી ડૉ. આર.ડી. પહાડિયા તેમજ તાલુકા આરોગ્ય અધિકારી ડૉ. ભગીરથ બામણીયાના માર્ગદર્શન હેઠળ યોજાયો.આ અભિયાન અંતર્ગત દાહોદ બસ સ્ટેન્ડ માં ભવાઈના માધ્યમથી લેપ્રસી, ટીબી, મેલેરિયા, સિકલ સેલ અને એચ.આઈ.વી. જેવી બીમારીઓ અંગે જનસામાન્યમાં જાગૃતિ લાવવામાં આવી.કાર્યક્રમમાં જિલ્લા રક્તપિત્ત મેડિકલ ઓફિસર ડૉ. શોભના મુનિયા, સુપરવાઈઝર,
સી.એચ.ઓ., લેપ્રસી, ટીબી, મેલેરિયા સુપરવાઈઝર, સિકલ સેલ કાઉન્સેલર તેમજ અન્ય આરોગ્ય સ્ટાફ હાજર રહ્યા.ઉલ્લેખનીય છે કે 30 જાન્યુઆરીથી 13 ફેબ્રુઆરી દરમ્યાન “સ્પર્શ” જનજાગૃતિ અભિયાન અંતર્ગત હાટ બજાર, શાળા, કોલેજ સહિત વિવિધ સ્થળોએ પ્રચાર-પ્રસાર, પત્રિકા વિતરણ અને વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેથી લોકોને ગંભીર રોગો અંગે સમયસર માહિતી અને જાગૃતિ મળી શકે.આરોગ્ય વિભાગ દ્વારા “ચાલો સૌ સાથે મળીને જાગૃતિ લાવીએ” ના સંદેશ સાથે અભિયાનને વ્યાપક બનાવવામાં આવી રહ્યું છે.




