GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના ધુળકોટ ગામની સીમમાંથી દેશી બનાવટી જામગરી બંદૂક સાથે એક શખ્સ ઝડપાયો

 

MORBI:મોરબીના ધુળકોટ ગામની સીમમાંથી દેશી બનાવટી જામગરી બંદૂક સાથે એક શખ્સ ઝડપાયો

 

રાજકોટ વિભાગના પોલીસ મહાનિરીક્ષક અને મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા હથિયારધારાના કેસો શોધી કાઢવા માટે આપવામાં આવેલી સૂચના અન્વયે મોરબી તાલુકા પોલીસે સફળ કામગીરી કરી છે. પોલીસ ઇન્સ્પેક્ટર એસ.કે. ચારેલના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો, તે દરમિયાન મળેલી ખાનગી બાતમીના આધારે ધુળકોટ ગામની સીમમાં દરોડો પાડવામાં આવ્યો હતો.

​આ કાર્યવાહી દરમિયાન પોલીસને એક શખ્સ શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો હતો. તેની તલાશી લેતા તેની પાસેથી દેશી હાથ બનાવટી જામગરી બંદૂક (હથિયાર) મળી આવી હતી. પોલીસે રૂ. ૧૫૦૦/- ની કિંમતનો મુદ્દામાલ કબજે કરી આરોપીની અટકાયત કરી છે.ગફારભાઇ સુલેમાનભાઇ મોરી (ઉંમર ૫૩ વર્ષ) ટાટાનગર, બજરંગ હોટેલ પાસે, ધુળકોટ, તા-જી. ઝડપી મોરબી તાલુકા પોલીસે પોલીસે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!