GUJARATKUTCHMUNDRA

ભારતીય જૈન સંગઠન (BJS) ભુજ ચેપ્ટર દ્વારા કચ્છ જિલ્લા ભાજપના નવનિયુક્ત મહામંત્રી શ્રી હિતેશભાઈ ખંડોરનું ભવ્ય સન્માન

વાત્સલ્યમ્ સમાચાર,

પૂજા ઠક્કર – મુંદરા કચ્છ.

 

ભારતીય જૈન સંગઠન (BJS) ભુજ ચેપ્ટર દ્વારા કચ્છ જિલ્લા ભાજપના નવનિયુક્ત મહામંત્રી શ્રી હિતેશભાઈ ખંડોરનું ભવ્ય સન્માન

 

મુંદરા :

મહાશિવરાત્રીના પાવન પર્વ નિમિત્તે ભારતીય જૈન સંગઠન (BJS) ભુજ ચેપ્ટર દ્વારા એક વિશેષ સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે BJS કચ્છના પ્રમુખ શ્રી હિતેશભાઈ ખંડોરની કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી તરીકે વરણી થવા બદલ તેમનું ભાવભર્યું સન્માન કરી અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

ભુજ ચેપ્ટરના પ્રમુખ શ્રી ધીરેનભાઈ પાસડની આગેવાની હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં શ્રી હિતેશભાઈ ખંડોરને શાલ ઓઢાડી અને પુષ્પગુચ્છ અર્પણ કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા. ઉપસ્થિત અગ્રણીઓએ હિતેશભાઈને તેમની આ નવી જવાબદારી બદલ શુભેચ્છા પાઠવતા વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે તેઓ આગામી સમયમાં જાહેર જીવનમાં પ્રગતિના વધુને વધુ સોપાનો સર કરશે અને સમાજ તથા સંગઠનનું ગૌરવ વધારશે.

આ ગરિમામય કાર્યક્રમમાં BJS ભુજ ચેપ્ટરના હોદ્દેદારો અને સભ્યો સર્વશ્રી:

 * મનીષભાઈ નાગડા

 * રાજેશભાઈ શાહ

 * અમરભાઈ મહેતા

 * જીગરભાઈ મોરબીયા

 * તુષારભાઈ ખંડોર

 * પ્રેમભાઈ ઝવેરી

 * ભાવીનભાઈ દેઢીયા

વગેરે મહાનુભાવો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા. એવું મીડિયા કન્વીનર શ્રી અંકિતભાઈ ગાલાએ એક યાદીમાં જણાવ્યું હતું.

વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 

-પુજા ઠક્કર, 

9426244508, 

ptindia112@gmail.com

Back to top button
error: Content is protected !!