આગામી હોળી તેહવાર નિમિતે દાહોદ જિલ્લામાં વિશેષ વધુ બસો ફાળવવા જય બીરશામુંડા આદિવાસી યુવા સંગઠનની મુખ્યમંત્રી ને રજૂઆત

તા.૧૬.૦૨.૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:આગામી હોળી તેહવાર નિમિતે દાહોદ જિલ્લામાં વિશેષ વધુ બસો ફાળવવા જય બીરશામુંડા આદિવાસી યુવા સંગઠનની મુખ્યમંત્રી ને રજૂઆત
જય બીરશામુંડા આદિવાસી યુવા સંગઠન (જયસ) દ્વારા સંગઠનના પ્રદેશ પ્રભારી શ્રીમતિ તરૂલતાબેન હઠીલા,પ્રદેશ અધ્યક્ષ શ્રીઅલ્કેશભાઈ કિશોરીના દાહોદ જિલ્લા પ્રમુખશ્રી સુનિલભાઈ ભુરીયાના નેતૃત્વમાં ગુજરાતના મુખ્યમંત્રીશ્રીને દાહોદ જિલ્લા કલેક્ટર મારફતે આવેદનપત્ર આપી રજુઆત કરી હોળીનો તેહવાર સમગ્ર દેશમાં ધામધૂમથી ઉજવાય છે પણ વિશેષ રીતે હોળીનો તહેવાર આદિવાસી સમાજ માટે આગવું મહત્વ ધરાવે છે. દાહોદ જિલ્લો આદિવાસી બાહુલ્ય ધરાવતો જિલ્લો છે અને દાહોદ જિલ્લામાં આખા વર્ષમાં ફક્ત હોળીના એક મહિના દરમિયાન જ લગ્ન અને વાસ્તુ જેવા શુભ પ્રસંગો કરતા હોય છે.દાહોદ જિલ્લામાં રોજગારીના અભાવે સમગ્ર ગુજરાતમાં ખૂણે ખૂણે કામ ધંધા રોજગાર અર્થે હોય છે હોળીના તેહવારમાં પરત ઘરે ફરવા માટે ખુબ અગવડતા પડે છે. રાજ્ય સરકાર દર વર્ષે વિશેષ બસોની ફાળવણી કરે છે પણ તે પૂરતી નથી.દાહોદ જિલ્લામાં દર વર્ષ કરતા બમણા પ્રમાણ માં બસોમાં વધારો કરવામાં આવે અને ભાડાના દરો અડધા રાખવામાં આવે એવી રજૂઆત કરાઈ દાહોદ જિલ્લામાં દાહોદ,લીમખેડા, ઝાલોદ, સંજેલી,ફતેપુરા, ગરબાડા જેવા બસ ડેપોમાં તારીખ..28/02/2026 થી તારીખ 05/03/2026 સુધી સતત વધુ બસ વ્યવસ્થા ફાળવવામાં આવે.GSRTC ને સહુથી વધુ નફો રળી આપતો જિલ્લો દાહોદ છે..અને આદિવાસી માટે સરકાર પાસે વિશેષ બજેટ પણ હોય છે જેથી ભાડાના દરો અધડા કરી બાકીના અધડા ભાડા સરકાર વિશેષ બજેટમાંથી GSRTC નિગમને ચૂકવે એવી રજૂઆત કરાઈ.સાથે સાથે દાહોદ બસ ડેપોના મેનેજરને પણ આજ બાબતે જયસ સંગઠન દ્વારા રજૂઆતની નકલ આપી રજુઆત કરાઈ.





