GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી યુવા શક્તિ ફાઉન્ડેશનના સભ્ય દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી

 

MORBI:મોરબી યુવા શક્તિ ફાઉન્ડેશનના સભ્ય દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી

 

યુવા શક્તિ ફાઉન્ડેશનની સક્રિય સભ્ય શ્રીમતી મનીષાબેન વસાએ પોતાની પુત્રી નવ્યા વસાના જન્મદિવસના શુભ અવસરે સમાજ માટે એક પ્રેરણાદાયક ઉદાહરણ પૂરું પાડ્યું છે.

તેમણે જન્મદિવસની ખુશીને સેવા સાથે જોડતા યુવા શક્તિ ફાઉન્ડેશનને રૂ. ૧૧૦૦/- નું દાન અર્પણ કર્યું હતું. તેમજ જ્યાં જરૂરિયાતમંદ લોકોને નિઃશુલ્ક ભોજન આપવામાં આવે છે તેવા જલારામ મંદિર ખાતે યુવા શક્તિ ફાઉન્ડેશન ના સભ્યોને સાથે રાખી ખાદ્ય સામગ્રીનું દાન પણ અર્પણ કર્યું હતું.આ પ્રસંગે જન્મદિવસને માત્ર ઉજવણી સુધી મર્યાદિત ન રાખી, પરંતુ સેવા અને માનવતા સાથે જોડવાનો સુંદર સંદેશ સમાજ સુધી પહોંચાડવામાં આવ્યો છે.

યુવા શક્તિ ફાઉન્ડેશન પરિવાર તરફથી મનીષાબેન વસા તથા નવ્યા વસાને હાર્દિક અભિનંદન તથા આભાર વ્યક્ત કરવામાં આવે છે. આવનારા સમયમાં પણ આવી સેવા પ્રવૃત્તિઓ સતત ચાલુ રહે તેવી શુભેચ્છાઓ પાઠવવામાં આવે છે.

Back to top button
error: Content is protected !!