NATIONAL

હરિયાણાના પલવલ જિલ્લાના છાયંસા ગામમાં રહસ્યમયી બીમારીના કારણે 12 લોકોના મોત

હરિયાણાના પલવલ જિલ્લાના છાયંસા ગામમાં રહસ્યમયી બીમારીના કારણે લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. છેલ્લા 15 દિવસમાં બાળકો સહિત 12 લોકોના મોત થયા આરોગ્ય તંત્ર હરકતમાં આવી ગયું છે. અચાનક મોતોનો સિલસિલો શરુ થવાના કારણે ગામમાં ડરનો માહોલ ઊભો થઈ ગયો છે.

ગ્રામજનોના જણાવ્યા મુજબ, સૌથી પહેલા કેટલાક લોકોએ ખૂબ તાવ, ઉધરસ, ઉલટી, શરીરમાં દુખાવો અને નબળાઈની ફરિયાદ કરી હતી. કેટલાક દર્દીઓની હાલત એટલી બગડી ગઈ હતી, તેમને તાત્કાલીક હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જોકે તેમનો જીવ બચાવી શકાયો ન હતો. ચોંકાવનારી વાત એ છે કે, કેટલાક લોકો થોડા જ દિવસોમાં ગંભીર બીમાર થઈ ગયા.

Back to top button
error: Content is protected !!