GUJARATJUNAGADHKESHOD

કેશોદમાં ‘રઘુવંશી ક્રિકેટ પ્રિમિયર લીગ–2025’નો ભવ્ય પ્રારંભ અને સમાપન સમારોહ ઉત્સાહભેર યોજાયો

કેશોદમાં ‘રઘુવંશી ક્રિકેટ પ્રિમિયર લીગ–2025’નો ભવ્ય પ્રારંભ અને સમાપન સમારોહ ઉત્સાહભેર યોજાયો

શ્રી લોહાણા મહાજન કેશોદના પ્રેરણાથી અને રઘુવંશી ક્રિકેટ પ્રિમિયર લીગ–કેશોદના આયોજન હેઠળ ભારત મીલ, કેશોદ ખાતે “રઘુવંશી ક્રિકેટ પ્રિમિયર લીગ–2025”નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ ટૂર્નામેન્ટ ખાસ રઘુવંશી સમાજના ભાઈઓ માટે યોજાઈ હતી, જેમાં સમાજના યુવાનોમાં રમતગમત પ્રત્યે જાગૃતિ અને એકતા મજબૂત કરવાનો હેતુ રહ્યો હતો.સવારથી જ ખેલાડીઓ અને દર્શકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. દીપ પ્રાગટ્ય ડો.સ્નેહલ તન્ના, કે.ટી.દેવાણી, દિનેશ રાજા, દિનેશ કાનાબાર વગેરે આગેવાનોના હસ્તે કરવામાં આવ્યું હતું અને તેના સાથે ટૂર્નામેન્ટનો શુભ પ્રારંભ થયો હતો. સમગ્ર દિવસ દરમિયાન રમાયેલા મુકાબલાઓમાં રોમાંચક ટક્કર જોવા મળી હતી, જેમાં દર્શકોએ મોટી સંખ્યામાં હાજરી આપી ખેલાડીઓને ઉત્સાહિત કર્યા હતા.ફાઈનલ મુકાબલો ખુશ ઇલેવન અને અજય સિમેન્ટ 11 વચ્ચે રમાયો હતો. કઠિન સ્પર્ધા બાદ ખુશ ઇલેવન વિજેતા બની ચેમ્પિયન ટ્રોફી પોતાના નામે કરી હતી, જ્યારે અજય સિમેન્ટ 11 રનર્સ અપ રહ્યું હતું.વ્યક્તિગત પ્રદર્શન માટે અંકુર રાયચડા ને “મેન ઓફ ધ મેચ” તથા “બેસ્ટ બોલર”નો ખિતાબ આપવામાં આવ્યો હતો. બ્રિજેશ વિઠલાણી ને “બેસ્ટ બેટ્સમેન” તરીકે સન્માનિત કરવામાં આવ્યા હતા. સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન દીપેન અટારા તથા બાબા મેઘનાથી દ્વારા કરવામાં આવેલી જીવંત કોમેન્ટ્રી દર્શકો માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બની હતી.સમાપન સમારોહમાં કે.ટી. દેવાણી, પ્રેમાંગ ધનેશા, દિનેશ કાનાબાર અને ડો.સ્નેહલ તન્ના વિશેષ મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. મહેમાનો દ્વારા વિજેતા અને રનર્સ અપ ટીમને ટ્રોફી અને ઇનામો અર્પણ કરવામાં આવ્યા હતા તેમજ ખેલાડીઓને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.આ સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે રઘુવંશી સમાજના આગેવાનો અને યુવાનો દ્વારા વિશેષ મહેનત કરવામાં આવી હતી. આયોજકો દ્વારા જણાવાયું હતું કે સમાજમાં એકતા, ખેલભાવના અને સૌહાર્દ વધારવા માટે આવા કાર્યક્રમો આગામી સમયમાં પણ યોજાતા રહેશે.રઘુવંશી ક્રિકેટ પ્રિમિયર લીગ–2025 સમાજ માટે એક યાદગાર ક્રિકેટ મહોત્સવ સાબિત થયો હતો.

રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

Back to top button
error: Content is protected !!