MORBI:મોરબીમાં AAP દ્વારા ‘ટ્રેડ ડીલ હટાવો, કિશાન બચાવો’ અંતર્ગત કલેકટરને આવેદનપત્ર

MORBI:મોરબીમાં AAP દ્વારા ‘ટ્રેડ ડીલ હટાવો, કિશાન બચાવો’ અંતર્ગત કલેકટરને આવેદનપત્ર
મોરબી જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા ભારત સરકાર અને અમેરિકા વચ્ચે થયેલી ટ્રેડ ડીલના વિરોધમાં “ટ્રેડ ડીલ હટાવો, કિશાન બચાવો” અભિયાન અંતર્ગત કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. AAP નેતાઓએ આક્ષેપ કર્યો છે કે આ ડીલ દેશના સાર્વભૌમત્વ અને આર્થિક હિતો માટે ગંભીર ખતરો સમાન છે.
આવેદનપત્રમાં જણાવાયું છે કે જો અમેરિકન ડેરી ઉત્પાદનોને ઝીરો ઇમ્પોર્ટ ડ્યુટી સાથે ભારતમાં પ્રવેશ આપવામાં આવશે, તો ભારતના પશુપાલકો પાયમાલ થઈ જશે. આ ઉપરાંત, ટેક્સટાઈલ અને હીરા ઉદ્યોગ પર પડનારી માઠી અસરને કારણે કપાસની ખેતી કરતા ખેડૂતો પણ આર્થિક સંકટમાં મુકાશે. અમેરિકન ઉત્પાદનો ભારતમાં કરમુક્ત (Duty-free) પ્રવેશશે, જ્યારે ભારતીય ઉત્પાદનો પર અમેરિકામાં ડ્યુટી લાગુ રહેશે. ભારત સરકાર આ ડીલની વિગતો છુપાવી રહી છે, જ્યારે અમેરિકાના કૃષિ મંત્રીએ જાહેરમાં કબૂલ્યું છે કે તેમના માટે મોટું બજાર ખૂલ્યું છે. ટેક્સટાઈલ અને હીરા ઉદ્યોગ જે લાખો લોકોને રોજગારી આપે છે, તે આ ડીલને કારણે પડી ભાંગવાની ભિતિ છે આ ડીલ ભારતના પશુપાલકો અને ખેડૂતોના પેટ પર પાટું મારવા જેવી છે. અમે દેશના હિતોને ગીરવે મુકવા દઈશું નહીં.” – આમ આદમી પાર્ટી, મોરબી જો સરકાર દ્વારા આ ટ્રેડ ડીલ તાત્કાલિક રદ કરવામાં નહીં આવે, તો આમ આદમી પાર્ટી દ્વારા રાજ્યવ્યાપી આંદોલન કરવાની અને જનતાને આ ડીલના નુકસાન વિશે જાગૃત કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.









