MORBI:પવિત્ર પર્વ મહાશિવરાત્રી નિમિત્તે મોરબીમાં વહીવટી તંત્ર દ્વારા માંસ-મટનના વેચાણ પર પ્રતિબંધ હોવા છતાં કતલખાનાં ચાલુ રહેતા હિન્દુ સંગઠનો લાલઘૂમ!

MORBI:પવિત્ર પર્વ મહાશિવરાત્રી નિમિત્તે મોરબીમાં વહીવટી તંત્ર દ્વારા માંસ-મટનના વેચાણ પર પ્રતિબંધ હોવા છતાં કતલખાનાં ચાલુ રહેતા હિન્દુ સંગઠનો લાલઘૂમ!
પવિત્ર પર્વ મહાશિવરાત્રી નિમિત્તે મોરબીમાં વહીવટી તંત્ર દ્વારા માંસ-મટનના વેચાણ પર પ્રતિબંધ હોવા છતાં અનેક વિસ્તારોમાં દુકાનો ચાલુ રહેતા વિવાદ સર્જાયો છે. આ મામલે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા કમિશનરને લેખિત રજૂઆત કરી કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી છે.
મોરબી મહાનગરપાલિકા કમિશનર દ્વારા ૧૫ ફેબ્રુઆરી ૨૦૨૬ના રોજ શહેરની હદમાં તમામ કતલખાનાં અને માંસ-મટન-માછલીના વેચાણ પર પ્રતિબંધનું જાહેરનામું બહાર પડાયું હતું વહીવટી આદેશ હોવા છતાં શહેરના કેટલાક વિસ્તારોમાં જાહેરમાં માંસ-મટનનું વેચાણ થતું હોવાનું સામે આવ્યું છે.ધાર્મિક લાગણી દુભાતા વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના આગેવાનો મેદાનમાં આવ્યા છે.
સંગઠનોએ રજૂઆત કરતા જણાવ્યું છે કે, જ્યારે પવિત્ર તહેવારો નિમિત્તે સરકાર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવે છે, ત્યારે અમુક તત્વો દ્વારા તેનું ઉલ્લંઘન કરી સામાજિક શાંતિ અને આસ્થાને ઠેસ પહોંચાડવામાં આવે છે. આ મુદ્દે જવાબદાર વેપારીઓ સામે તાત્કાલિક ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ બુલંદ બની છે.જાહેરનામું બહાર પાડ્યા બાદ તેનું ચુસ્તપણે પાલન કરાવવામાં તંત્ર ક્યાંક ઉણું ઉતર્યું હોય તેવી ચર્ચા શહેરમાં જાગી છે. હાલમાં પોલીસ અને પાલિકા તંત્ર આ મામલે શું પગલાં લેશે તેના પર સૌની મીટ મંડાયેલી છે.










