GUJARATKUTCHMUNDRA

મુંદરાની આર. ડી. પ્રાથમિક શાળાનો ૧૪મો વાર્ષિકોત્સવ યોગ-ધ્યાન અને સાધનાની થીમ સાથે ભવ્ય રીતે ઉજવાયો

વાત્સલ્યમ્ સમાચારમાં

પૂજા ઠક્કર – મુંદરા કચ્છ.

 

મુંદરાની આર. ડી. પ્રાથમિક શાળાનો ૧૪મો વાર્ષિકોત્સવ યોગ-ધ્યાન અને સાધનાની થીમ સાથે ભવ્ય રીતે ઉજવાયો

મુંદરા:
તાજેતરમાં મુંદરાની આર.ડી. એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત આર. ડી. પ્રાથમિક શાળાનો ૧૪મો વાર્ષિકોત્સવ ‘યોગ-ધ્યાન અને સાધના દ્વારા મનની શાંતિ થકી તંદુરસ્તી’ના પ્રેરક વિષય સાથે ઉત્સાહભેર ઉજવવામાં આવ્યો હતો. કાર્યક્રમનો પ્રારંભ બ્રહ્માકુમારી સંસ્થાના સંચાલિકા સુશીલાદીદી તથા અન્ય મહાનુભાવોના હસ્તે રીબીન કાપીને કરવામાં આવ્યો હતો. આ તકે શાળાના વિદ્યાર્થીઓના મૌલિક વિચારો અને શાળાની પ્રવૃત્તિઓના સંગ્રહ ‘જ્યોતિ’ અંકનું વિમોચન મહાનુભાવોના હસ્તે કરાયું હતું.
શાળાના આચાર્ય વાલજીભાઈ મહેશ્વરીએ પ્રાસંગિક ઉદબોધનમાં કાર્યક્રમની રૂપરેખા આપી હતી અને પુલવામાં શહીદ થયેલ ૪૪ વીર જવાનોને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ અવસરે સમાજમાં શાંતિનો પ્રકાશ ફેલાવનાર પાંચ સંસ્થાઓનું સન્માન કરવામાં આવ્યું હતું જેમાં બ્રહ્માકુમારીઝના સુશીલા દીદી, સમર્પણ ધ્યાન યોગ કેન્દ્ર (પુનડી)ના બિનલબેન કિશનભાઇ રાયચુરા, જય ગુરુદેવ દાદા-દાદી પાર્ક (વાંઢાય)ના પ્રેમીલાબેન પટેલ, હેપ્પીનેસ જીવનના નીલમબેન હેમાંગ છોટાલાલ શાહ અને ૩૦૦૦ કિમી પદયાત્રા કરનાર તીર્થ વંદન મહારાજ સ્વામીનું અભિવાદન કરાયું હતું.
કાર્યક્રમમાં શાળાના તેજસ્વી ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ જયોતિર્મય સુમિત્ર મ્યાત્રા અને ડો. નેહા હરેશભાઇ મોથારીયાનું વિશેષ સન્માન કરાયું હતું. શિક્ષણ ક્ષેત્રે ધોરણ ૧ થી ૮ ના તેજસ્વી તારલાઓ અને રમતગમત ક્ષેત્રે ખેલ મહાકુંભમાં ૧૧૭ વર્ષ બાદ રાજ્ય કક્ષાએ મેડલ અપાવનાર શ્રેષ્ઠ શિક્ષક આનંદ દાનાભાઇ ડાભી તેમજ શિક્ષિકા જીજ્ઞાબેન સથવારા અને શ્રુતિબેન સોલંકીને નવાજવામાં આવ્યા હતા. એસ.પી.સી. કેડરના દ્રષ્ટિબા ઝાલા અને નીર પરમાર તથા ભારતીય તટ રક્ષક દળના પ્રશાંત બસેરીયાનું પણ સન્માન કરાયું હતું.
મુખ્ય અતિથિ સુશીલાદીદીએ ગીતા આધારિત પ્રેરણાત્મક ઉદ્દબોધન કરતા યોગ-ધ્યાન દ્વારા મન-શરીર નિરોગી બનવાની વાત કરી અને નિઃશુલ્ક અભ્યાસનો લાભ લેવા અપીલ કરી હતી. વ્યવસ્થાપક સમિતિના પ્રમુખ ડાયાભાઈ દેવજીભાઈ આહીરએ શાળાના વિકાસ માટે રૂ. ૧૦ લાખના ખર્ચે બગીચો બનાવવાની મહત્વની જાહેરાત કરી હતી. માનદમંત્રી કિશોરસિંહ પરમારએ સિધ્ધિ પ્રાપ્ત બાળકોને અભિનંદન આપી પ્રોત્સાહિત કર્યા હતા.
આ પ્રસંગે કેકીન કેનિયા, ભરત જોશી, પ્રકાશ પાટીદાર, ભુપેન્દ્ર મહેતા, પ્રકાશ ઠક્કર, જીગ્નેશ ભટ્ટ, ગૌરાંગ ત્રિવેદી, મહેશ દેસાઈ, હેત આહીર, સચિન ગણાત્રા, ભાવિન ઠક્કર, કિશોર ચુડાસમા, રવિ સોલંકી, સમીર ચંદારાણા, કાનાભાઈ રબારી તથા સંસ્થાના આચાર્ય ડો. એલ. વી. ફફલ, ડો. કૈલાશ નાંઢા અને ડો. દિપક ખરાડી ઉપસ્થિત રહ્યા હતા.
સાંસ્કૃતિક કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ દેશભક્તિ ગીત, નાટક, પિરામિડ, વેશભૂષા અને નૃત્ય જેવી કૃતિઓ રજૂ કરી પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કર્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ભાવનાબેન, શ્રુતિબેન, ઋત્વી ઝાલા, દ્રષ્ટિબા ઝાલા, વંશીકા અધિકારી અને અક્ષા મોયડા દ્વારા કરવામાં આવ્યું હતું અને આભારવિધિ આનંદભાઈ ડાભીએ કરી હતી. કાર્યક્રમને સફળ બનાવવા શાળાના આચાર્યશ્રી વાલજીભાઇ મહેશ્વરીના માર્ગદર્શન હેઠળ સમગ્ર સ્ટાફે જહેમત ઉઠાવી હતી.

 

 

વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 

-પુજા ઠક્કર, 

9426244508, 

ptindia112@gmail.com

Back to top button
error: Content is protected !!