MORBI:મોરબીને સ્વચ્છ બનાવવા કમિશનરે કલસ્ટર-5માં કર્યું આકસ્મિક નિરીક્ષણ.

MORBI:મોરબીને સ્વચ્છ બનાવવા કમિશનરે કલસ્ટર-5માં કર્યું આકસ્મિક નિરીક્ષણ.
મોરબી મહાનગરપાલિકામાં સ્વછતાનું ધોરણ જળવાઈ રહે તે માટે સમયાંતરે માન. કમિશનર શ્રી સ્વપનિલ ખરે (IAS) દ્વારા જુદા જુદા ક્લસ્ટરની વિઝિટ કરવામાં આવે છે, જે અંતર્ગત કાલસ્ટર-5 માં સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના કર્મચારીઓ સાથે વિઝિટ કરી શહેરની યોગ્ય સફાઇ થાય તે વિષયક સૂચના આપી હતી.
મોરબી મહાનગરપાલિકાની સોલીડ વેસ્ટ મેનજમેન્ટ શાખા દ્વારા કલ્સટર-5ના જુદા જુદા વિસ્તારોની માન. કમિશનર શ્રી સ્વપનિલ ખરે (IAS) એ સાઇટ વિઝિટ કરી હતી, કાલસ્ટર -5 ના વિસ્તારની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું, જેમાં જીવરાજ પાર્ક , ચક્કરરોડ, સાઈનાથ એપાર્ટમેન્ટ સહિતના ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનના પોઈન્ટનું નિરીક્ષણ કરી શહેરમાં સ્વછતાનું ધોરણ જળવાઈ રહે તે માટે સૂચનો કર્યા હતા, આ સમગ્ર વિસ્તાર માં કામ કરતાં સફાઇ કામદારોની માન. કમિશનર શ્રી સ્વપનિલ ખરે (IAS) દ્વારા સાઇટ વિઝિટ કરી આ વિસ્તારમાં સફાઇ કામગીરી નિયમિત સુ- વ્યવસ્થિત રીતે થાય તેનું માર્ગદર્શન આપ્યું હતું, આ તમામ વિસ્તારમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનના પોઈન્ટ પર નિયમિત ગાર્બેજ કલેક્સન કરવા અને યોગ્ય નિકાલ કરવાની સૂચના માન.કમિશનર શ્રી સ્વપનિલ ખરે (IAS)એ આપી હતી, તેમજ આવિસ્તારમાં આવેલા GVP પોઈન્ટ રામેશ્વર મંદિર પાસે, યુ.એન.કોલેજ(નજરબાગ), અને રેલવેના પાટા પાસે નિરીક્ષણ કરી યોગ્ય ગાર્બેજ ને એકત્ર કરી યોગ્ય રીતે નિકાલ કરવા સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા ના કર્મચારી- સફાઇ કામદાર ને સૂચના આપી હતી, માન. કમિશનર શ્રી સ્વપનિલ ખરે (IAS)ની આ વિઝિટ દરમિયાન નાયબ કમિશનર શ્રી પ્રોજેક્ટ સંજય કુમાર સોની, સોલીડ વેસ્ટ મેનેજમેન્ટના શાખા અધ્યક્ષ અનુરાગ ભાઈ સંતોકી હાજર રહ્યા હતા.










