GUJARATMORBIMORBI CITY / TALUKOTANKARA

MORBI:મોરબીમાં પરણિતાને માનસિક-શારીરિક ત્રાસ આપતા: સાસરિયાઓ પક્ષ વિરુદ્ધ પોલીસ ફરિયાદ

 

MORBI:મોરબીમાં પરણિતાને માનસિક-શારીરિક ત્રાસ આપતા: સાસરિયાઓ પક્ષ વિરુદ્ધ પોલીસ ફરિયાદ

 

​મોરબી: જિલ્લાના ટંકારા તાલુકાના હમીરપર ગામે પિતાના ઘરે રહેતી એક પરિણીતાએ પોતાના સાસરીયા પક્ષ વિરુદ્ધ શારીરિક અને માનસિક ત્રાસની ફરિયાદ નોંધાવતા ચકચાર મચી ગઈ છે. ઘરકામ અને કરિયાવર જેવી બાબતોમાં મેણાટોણા મારી પરેશાન કરવામાં આવતી હોવાનો આક્ષેપ પરિણીતાએ લગાવ્યો છે.

​મળતી માહિતી મુજબ, ટંકારાના હમીરપર ગામે માવતરે રહેતા અને સરકારી નોકરી કરતા જ્યોતીબેન દિવ્યેશભાઈ ઉભડીયા (ઉ.વ. ૩૧) ના લગ્ન મોરબીના ખેવારીયા ગામે થયા હતા. લગ્નજીવન દરમિયાન જ્યોતીબેનને તેમના સાસરિયાઓ દ્વારા નાની-નાની બાબતોમાં હેરાન કરવામાં આવતા હતા.

​પરિણીતાએ મોરબી મહિલા પોલીસ સ્ટેશનમાં નીચે મુજબના સભ્યો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે: દિવ્યેશભાઇ નિલેશભાઇ ઉભડીયા (પતિ) ​સરોજબેન નિલેશભાઇ ઉભડીયા (સાસુ) ​જયદીપભાઇ નિલેશભાઇ ઉભડીયા (જેઠ) પિન્ટુબેન જયદીપભાઇ ઉભડીયા (જેઠાણી) ફરિયાદમાં જણાવાયું છે કે, સાસરિયા પક્ષના લોકો દ્વારા તેમને: ઘરકામ બાબતે અવારનવાર ટોણા મારવામાં આવતા હતા.કરિયાવર ઓછો લાવ્યા હોવાનું કહી માનસિક રીતે હેરાન કરવામાં આવતા હતા.નાની બાબતોમાં ઝઘડા કરી શારીરિક અને માનસિક દુખ-ત્રાસ આપવામાં આવતો હતો.સાસરીયાઓના સતત ત્રાસથી કંટાળીને અંતે જ્યોતીબેને કાયદાનો આશરો લીધો છે. મોરબી મહિલા પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!