
વાત્સલ્યમ સમાચાર,
પૂજા ઠક્કર – મુંદરા કચ્છ.
વિરાણીયા ખાતે અદાણી ગ્રુપ દ્વારા મેગા હેલ્થ કેમ્પ યોજાયો : ૧૬૮ લાભાર્થીઓએ લીધો લાભ
રતાડીયા :
તાજેતરમાં કચ્છ જિલ્લાના વિરાણીયા ગામની ક્ષત્રિય સમાજવાડી ખાતે અદાણી હોસ્પિટલ, અદાણી ફાઉન્ડેશન અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વિરાણીયાના સંયુક્ત ઉપક્રમે એક ભવ્ય મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. વિરાણીયામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાર્યરત થયા બાદ પ્રથમ વખત યોજાયેલા આ કેમ્પમાં ડાયાબિટીસ, હાયપરટેન્શન, આંખ-મોતિયા, દાંતના રોગો, સ્ત્રી અને બાળ રોગ, પેશાબ-પથરી તેમજ સાંધાના દુખાવા જેવી વિવિધ બીમારીઓનું નિષ્ણાત તબીબો દ્વારા વિનામૂલ્યે નિદાન કરી સારવાર કરવામાં આવી હતી. આ કેમ્પનો વિરાણીયા ઉપરાંત આજુબાજુના ટોડા, ભોરારા, લાખાપર અને પત્રી ગામના કુલ ૧૬૮ લાભાર્થીઓએ ઉત્સાહભેર લાભ લીધો હતો.
આ મેગા કેમ્પને તાલુકા ભાજપ પ્રમુખ અને વિરાણીયાના સરપંચ શક્તિસિંહ મહોબ્બતસિંહ જાડેજાના હસ્તે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આ પ્રસંગે ગ્રામ પંચાયતના ઉપસરપંચ સ્વરૂપસિંહ જાડેજા, સદસ્ય જીતુભા જાડેજા તેમજ ગામના અગ્રણીઓ સર્વશ્રી વેસલજી કાનજી જાડેજા, મેગુભા જાડેજા, જીતુભા જાડેજા, હિતુભા જાડેજા, ચનુભા જાડેજા, મોહબતસિંહ જાડેજા, જુવાનસિંહ જાડેજા, અજયસિંહ જાડેજા, રાઘવજી મહેશ્વરી, હકૂમતસિંહ જાડેજા, ભરતસિંહ જાડેજા, અરવિંદસિંહ જાડેજા, વાછિયાભાઈ મહેશ્વરી અને દામજીભાઈ મહેશ્વરી વગેરે ઉપસ્થિત રહી પૂરતો સહયોગ આપ્યો હતો.
કેમ્પમાં આરોગ્ય કેન્દ્રના નિષ્ણાત તબીબો ડો. સુમનબેન સમા, ડો. વંદનાબેન જરૂ તેમજ સ્ટાફ મેમ્બર્સ ચેતનભાઈ પંડ્યા, વૈશાલીબેન પાતળીયા, ગીતાબેન મકવાણા, કમળાબેન ફફલ અને બ્રિજેશભાઈ ચારેલ દ્વારા દર્દીઓને સચોટ માર્ગદર્શન અને સેવાઓ પૂરી પાડવામાં આવી હતી. સમગ્ર આયોજન અદાણી હોસ્પિટલના ડો. ત્રિયાંક શુક્લા અને અદાણી ફાઉન્ડેશનના મનહરભાઈ ચાવડા દ્વારા કરવામાં આવ્યું હતું.
નોંધનીય છે કે આવો જ એક મેગા કેમ્પ આગામી ૨૧ ફેબ્રુઆરી, શનિવારના રોજ દરજી સમાજવાડી, મુંદરા ખાતે યોજાનાર છે, જેનો વધુમાં વધુ લોકોને લાભ લેવા આયોજકો દ્વારા અપીલ કરવામાં આવી છે.






વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો :
-પુજા ઠક્કર,
9426244508,
ptindia112@gmail.com




