BHUJKUTCHMANDAVIMUNDRA

મુન્દ્રામાં અદાની કંપનીની MPL લેબર કોલોનમાં શ્રમિકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ

કોલોનીમાં શ્રમિકે આત્મહત્યા કરી લેતા તપાસાર્થે ગયેલી પોલીસ પર શ્રમિકોનું ટોળું ત્રાટક્યું

તારીખ : ૧૮-૦૨-૨૦૨૬

રીપોર્ટ : યશ માંકડ, પ્રતિક જોશી

 

મુન્દ્રાના કાંડાગરા ગામ પોસે આવેલ MPL કોલોનીમાં રાત્રીના ૧૦ વાગ્યાના આશરામાં એક શ્રમિક દ્વારા આત્મહત્યા કરવામાં આવેલ જે અંગે સમગ્ર મામલાની તપાસ હાથ ધરવા ગયેલ પોલીસ બેડો શ્રમિકોના રોષનો શિકાર બન્યો હતો, શ્રમિકની લાશ પરિવાર જનોના આગમન પહેલા ન લઇ જવા મુદ્દે સમગ્ર ઘટનામાં હિંસક સ્વરૂપ ઉઠાવ પામ્યું હતું, પોલીસે ઘટના સ્થળે તપાસ હાથ ધરતા શ્રમિકો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો ખાનગી માલિકીના વાહનને આગ પણ ચાંપવામાં આવી હતી, પરિસ્થિતિ કાબુ બહાર જતા જીલ્લાભરના પોલીસ કાફલામાં હડકંપ મચી ગયો હતો પોલીસ દ્વારા કોમ્બિંગ કરી ૩૩ જેટલા માથાભારે શ્રમીકોને રાઉન્ડઅપ કરાયા હતા કાંડાગરા નજીક લેબર કોલોનીમાં રહેતા ૩૦ વર્ષીય નીરજ મહેતા નામક યુવકે પોતાના રૂમમાં આપઘાત કરી લેતાં અનેક તર્કવિતર્ક ઉઠાવ પામ્યા હતા, મુન્દ્રા પોલીસને જાણ થતા સમગ્ર કાફલો તપાસ માટે ધસી આવ્યો હતો અને મૃતદેહ ને સરકારી હોસ્પિટલ ખસેડવા બાબતની કામગીરી હાથ ધરી હતી તે દરમિયાન આસપાસ રહેતા અન્ય શ્રમિકો ઉમટ્યા હતા અને જ્યાં સુધી મૃતકનો પરિવાર ન આવે ત્યાં સુધી પાર્થિવ દેહને પોસ્ટમોર્ટમ માટે ન લઇ જવા બાબતે વિરોધ દાખવ્યો હતો શ્રમિકોએ પોલીસની કાયદાત્મક કામગીરીમાં દખલ દેતા મામલો ગરમાયો હતો શ્રમિકોનો ભારે રોષ જોઈ પોલીસ બેળો અંતે નબળો પડ્યો અને પરત ફરતા અફવાના વેગે શ્રમિકોએ એક સરકારી વાહન અને ક્રેટા ગાડી પર પથ્થર મારો શરુ કર્યો જીવ હથેળી પર લઇ પોલીસે પતલી ગલી પકડી હતી. પથ્થર મારો કાર્ય બાદ પણ મન ન ભરાતા શ્રમિકોએ ખાનગી ક્રેટા ગાડી પણ સળગાવી હતી, પરિસ્થિતિ નિયંત્રણ બહાર જતા એલસીબી, ભુજ એ,બી ડીવીઝન અને એસઓજી, માંડવી,પ્રાગપર સહીતનો પોલીસ સ્ટાફ તૈનાદ કરી દેવાયો હતો, સમગ્ર ઘટનાના કવરેજ માટે ગયેલ પત્રકારોને પણ અદાની કંપનીના કોલોની સંચાલક અને પોલીસ વચ્ચેની સાંઠગાંઠમાં બહાના આપી રોકવામાં આવ્યા હતા, ઉગ્ર પરિસ્થિતિના નિયંત્રણમાં આવ્યા બાદ હજુ પણ મુન્દ્રા પોલીસનું મૌન એક રહસ્યમય ઈશારો દર્શાવે છે. મુન્દ્રા પોલીસે અદાની કંપનીની સિક્યોરીટીને ઢાલ બનાવી પત્રકારોને રોક્યા હતા, અગાઉ પણ થોડા સમય પહેલા કોલોનીના શ્રમિકો દ્વારા કોઈ નજીવી બાબતે સિક્યોરીટી કેબીન પર પણ પથ્થર મારો કર્યા હોવાનો બનવા પણ લોક ચર્ચામાં ઉઠાવ પામ્યો હતો, આવી ધટના ફરી વાર ઘડતા સ્થાનીકોમાં ભયનો માહોલ છવાયો હતો. સંપૂર્ણ મામલે પોલીસ અને કંપની દ્વારા નીમાયેલા કોલોની સંચાલકનો ખુલાસો ન મળતા દાળ માં કઈક કાળું હોવાની વાતો લોક મુખે ચર્ચાઈ રહી છે.

Back to top button
error: Content is protected !!