GUJARATKUTCHMUNDRA

અડગ નેતૃત્વ‌ અવિરત વિકાસલક્ષી બજેટ : જીગર તારાચંદભાઇ છેડા

વાત્સલ્યમ્ સમાચાર,

પૂજા ઠક્કર – મુંદરા કચ્છ.

 

અડગ નેતૃત્વ‌ અવિરત વિકાસલક્ષી બજેટ : જીગર તારાચંદભાઇ છેડા

 

આપણા દેશના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી‌ સાહેબના વિકાસ કેન્દ્રીત વિઝનને આત્મશાત કરીને ગુજરાત રાજયના માન.મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંધવીના માર્ગદર્શન હેઠળ આજરોજ ગુજરાત ના નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈ સાહેબે ગુજરાતના ઇતિહાસનું અત્યાર સુધી નું સૌથી મોટું ₹4,08,053 કરોડનું બજેટ વિધાનસભામાં રજૂ કરવા બદલ નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈ ને અભિનંદન પાઠવતા શ્રી ક.વી.ઓ.જૈન મહાજન ભુજ અને શ્રી સર્વ સેવા સંધ કચ્છ ભુજ ના પ્રમુખ શ્રી જીગર તારાચંદભાઇ છેડા એ જણાવ્યું હતું કે ગુજરાત રાજ્યની સાથે કચ્છ જિલ્લાના વિકાસને આવરી લઈ સંતુલિત વિકાસશીલ બજેટ સાથે રાજય સરકારે બજેટમાં ગ્રીન ઊર્જા, ઉદ્યોગ, પ્રવાસન, વ્યાપાર, કૃષિ, ડેરી ક્ષેત્રે, આરોગ્ય ક્ષેત્રે, શિક્ષણ ક્ષેત્રે વિગેરે માટે મોટી રકમની જોગવાઈઓ કરી સરકારે ખાસ કરીને સાચા અર્થમાં નાનામાં નાના વ્યક્તિની ચિંતા કરી છે.કચ્છ જિલ્લામાં ઐતિહાસિક વારસા સમાન ધોળાવીરા ને સાંસ્કૃતિક હબ તરીકે વિકસાવવાની જાહેરાત અને કચ્છ ની જળ યોજનાઓ માટે પણ જે મોટી રકમની ફાળવણી કરી છે તેથી કચ્છના ખેડૂતોને સિંચાઈ માટે પૂરતું પાણી મલશે અને પશુપાલન ક્ષેત્રે પણ નવી ક્રાંતિ આવશે.ટુંકમાં કહીએ તો સમાજના દરેક વર્ગને આવરી લેતું વિકસીત ગુજરાતનું આ વિકાસલક્ષી બજેટ છે.

વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 

-પુજા ઠક્કર, 

9426244508, 

ptindia112@gmail.com

Back to top button
error: Content is protected !!