GUJARATHALOLPANCHMAHAL

હાલોલ તાલુકાના શિવરાજપુર ગામે સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી હાથ ધરાતા વિવાદ સર્જાયો

 

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૧૮.૨.૨૦૨૬

હાલોલ તાલુકાના શિવરાજપુર ગામે વીજ કંપનીના સ્માર્ટ મીટર લાગવાની કામગીરી ને લઇ ગ્રામજનો દ્વારા પોતાના ધંધા રોજગાર બંધ રાખી વિરોધ કરતા હાલ પૂરતી સ્માર્ટ મીટર લાગવાની કામગીરી સ્થગિત કરવામાં આવી છે.હાલોલ તાલુકાના શિવરાજપુર ગામે વીજ કંપનીની ટીમ દ્વારા પોલીસ પ્રોટેક્શન સાથે વીજ કંપનીના સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.જેને લઇ વીજ મીટર ધારકો એ પૂછ્યું કે અમારી પરવાનગી વગર મીટર બદલવાનું કારણ શું છે. અમારું મીટર ફોલ્ટી છે, તેવા અનેક કારણો પુછાતા વીજ કંપનીના કર્મચારીઓ દ્વારા મીટર કેમ ન બદલવા દો તેવી જબર જસ્તી કરતા ગ્રામજનો એકત્રિત થઇ વીજ કંપનીના સ્માર્ટ મીટર લાગવાની કામગીરીનો વિરોધ કરતા વીજ કર્મી સ્માર્ટ મીટર લાગવાની જીદ કરતા તેઓ સામે ગ્રામજનો એ મીટર માં કોઈ ખામી હોય,આ સ્માર્ટ મીટર લગાવવું ફરજીયાત હોય, સરકાર નો કોઈ પરીપત્ર હોય તો બતાવો તેવી રજૂઆતો કરતા મામલો ગરમાયો હતો. જેને પગલે ગ્રામજનોએ પોતાના ધંધા રોજગાર બંધ રાખી આ કામગીરી નો વિરોધ કરતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. જોકે પોલીસે દરમિયાનગીરી કરતા મામલો થાળે પડ્યો હતો.જેને લઇ હાલ પૂરતી સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી સ્થગિત કરવામાં આવી છે.બીજી તરફ આજે પણ કેટલાક લોકો આ સ્માર્ટ મીટર બાબતે અંજાન છે. લોકોને ડર છે કે આ મીટર થી લાઈટબીલ વધારે આવે, મોબાઈલ ની જેમ જેટલું બેલેન્સ હોય તેટલું જ લાઈટ ચાલે, બેલેન્સ ના હોય તો લાઈટ બંધ થઇ જાય તેવો ડર ભરેલો છે.જોકે વીજ કંપની દ્વવારા આ બાબતે ગ્રાહકને વાકેફ કરવા જોઈએ કે આ મીટર લાગવાથી શું લાભ અને ગેર લાભ થાય મીટર બદલવું કેમ જરૂરી છે.

Back to top button
error: Content is protected !!