GUJARATMORBIMORBI CITY / TALUKOTANKARA

TANKARA:ટંકારાના વિરપર ગામે ગલુડિયાને રિક્ષા નીચે લેવા બાબતે ઠપકો આપતા આધેડ પર જીવલેણ હુમલો

TANKARA ​ટંકારા: માનવતા અને પશુ પ્રત્યેની સંવેદના ક્યારેક ભારે પડી જતી હોય છે, તેવી જ એક ઘટના ટંકારા તાલુકાના વિરપર ગામે બની છે. શેરીમાં ગલુડિયું રિક્ષા નીચે આવી જવા બાબતે ચાલકને ઠપકો આપતા ઉશ્કેરાયેલા ચાર શખ્સોએ એક આધેડ અને તેમના વૃદ્ધ માતા પર હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ પોલીસ મથકે નોંધાઈ છે.

 

​મળતી માહિતી મુજબ, વિરપર ગામે રહેતા મુકેશભાઈ જેસીંગભાઈ વડેચા (૪૫) એ ટંકારા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, તેમના જ ગામનો સતિષ ચંદુભાઈ મેણીયા પોતાની રિક્ષા લઈને શેરીમાંથી નીકળતો હતો ત્યારે એક ગલુડિયું રિક્ષા નીચે આવી ગયું હતું. આ બાબતે મુકેશભાઈએ સતિષને “રિક્ષા ધ્યાનથી ચલાવ” તેમ કહી ઠપકો આપ્યો હતો.

​આ ઠપકો સતિષને પસંદ ન આવતા તેણે અન્ય સાથીઓ સાથે મળીને મુકેશભાઈ સાથે બોલાચાલી કરી હતી.ફરિયાદમાં વધુમાં જણાવાયું છે કે, આ વિવાદ બાદ આરોપીઓ લાકડાના ધોકા સાથે ધસી આવ્યા હતા અને બિભત્સ ગાળો આપી હતી. આરોપીઓએ ધમકી આપતા કહ્યું હતું કે, “ગઈકાલે તો ગલુડિયું હતું, જો હવે પછી ક્યારેય કંઈ બોલ્યા છો તો ગલુડિયાની જગ્યાએ તમે હશો.” આ દરમિયાન આરોપીઓએ મુકેશભાઈ પર લાકડાના ધોકા વડે હુમલો કરી શરીરે મૂઢ ઈજાઓ પહોંચાડી હતી. આ ઝપાઝપીમાં વચ્ચે પડેલા મુકેશભાઈના માતા દેવુબેનને પણ જોરદાર ધક્કો વાગતા તેઓ નીચે પટકાયા હતા અને મોઢાના ભાગે ઈજાઓ થઈ હતી.​ટંકારા પોલીસે મુકેશભાઈની ફરિયાદના આધારે નીચે મુજબના ચાર શખ્સો સામે ગુન્હો નોંધ્યો છે:​સતિષ ચંદુભાઈ મેણીયા,​માલો ચંદુભાઈ મેણીયા,​ભીમાભાઈ રવજીભાઈ બાવરવા,ગંગાભાઈ જીવાભાઈ બાવરવા પોલીસે હુમલો અને જાનથી મારી નાખવાની ધમકી આપવા બદલ ગુન્હો નોંધીને તમામ આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની તપાસ હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!