દાહોદ સરકારી ઇજનેરી કોલેજ ખાતે મેન્ટલ હેલ્થ અવેરનેસ પ્રોગ્રામ યોજાયો

તા.૧૯.૦૨.૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ સરકારી ઇજનેરી કોલેજ ખાતે મેન્ટલ હેલ્થ અવેરનેસ પ્રોગ્રામ યોજાયો
વિદ્યાર્થીઓ તણાવમુક્ત રહીને સારી રીતે અભ્યાસ કરી શકે એ માટે અપાયું માર્ગદર્શન દાહોદ સરકારી ઇજનેરી કોલેજ ખાતે સાયકોલોજિકલ વેલનેસ પ્રોગ્રામના માધ્યમથી વિધાર્થીઓના સ્ટ્રેશ મેનેજમેન્ટ માટે મેન્ટલ હેલ્થ અવેરનેસનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રોગામમાં ડો. રમેશ પરમાર , એમ ડી સાયકાટ્રીસ્ટ , રાજ હોસ્પિટલ દાહોદને આમંત્રિત કરવામાં આવ્યા હતા. આ પ્રોગ્રામમાં કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ તણાવમુક્ત રહીને સારી રીતે અભ્યાસ કરી શકે એ માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે પ્રોગ્રામમાં માનસિક રોગ અને તેના નિદાન માટે માહિતગાર કરવામાં આવ્યા હતા. વિધાર્થીઓએ નિદાન પધ્ધતિ , સ્ટ્રેસની નાબુદીની સઘન માહિતી મેળવી હતી. આ પ્રોગ્રામનું આયોજન નેશનલ ટાસ્ક ફોર્સના નેજા હેઠળ કરવામાં આવી હતી. આ પ્રોગ્રામમાં મોટી સંખ્યામાં વિધાર્થીઓ અને અધ્યાપક ગણ હાજર રહીને સ્ટ્રેશ મેનેજમેન્ટ માટે માર્ગદર્શન મેળવ્યું હતું





