ARAVALLIGUJARATMODASA

અરવલ્લી: મોડાસા ખાતે પંચદિવસીય આત્મ જાગૃતિ મહોત્સવની ભવ્ય ઉજવણી

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

અરવલ્લી: મોડાસા ખાતે પંચદિવસીય આત્મ જાગૃતિ મહોત્સવની ભવ્ય ઉજવણી

અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં પંચદિવસીય આત્મ જાગૃતિ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આધ્યાત્મિકતા અને આત્મજાગૃતિના સંદેશ સાથે ભાવિકોમાં નવી ઉર્જા અને પ્રેરણા ફેલાઈ હતી.મહોત્સવ દરમિયાન પૂજ્ય શ્રી રાજન સ્વામીજી (સરસવા, ઉત્તર પ્રદેશ) દ્વારા આત્મ જાગૃતિ અને આધ્યાત્મિક જીવન જીવવાના મહત્વ અંગે પ્રેરણાદાયી પ્રવચનો આપવામાં આવ્યા હતા. તેમના સંદેશે ઉપસ્થિત ભાવિકોને જીવનમાં સકારાત્મકતા અને આધ્યાત્મિક માર્ગ તરફ આગળ વધવા પ્રેર્યા હતા.પાંચ દિવસ સુધી ચાલેલા આ મહોત્સવમાં રાજકોટ, દાહોદ, રાજસ્થાન સહિત આસપાસના જિલ્લાઓ અને અન્ય રાજ્યોમાંથી મોટી સંખ્યામાં ‘સુંદર સાથ’ જોડાયા હતા. પ્રાણનાથ જ્ઞાનપીઠ સરસાવા (UP)માંથી આચાર્ય અર્જુનજી, સૂર્ય પ્રતાપજી અને અશોકજી સહિતના મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા અને આધ્યાત્મિક પ્રવચનો દ્વારા ભાવિકોને માર્ગદર્શન આપ્યું હતું.અરવલ્લી જિલ્લાના સુંદર સાથ દ્વારા આયોજિત આ મહોત્સવમાં અનેક મહેમાનો અને ભાવિકોની હાજરીથી કાર્યક્રમ સફળ રહ્યો હતો અને આધ્યાત્મિક માહોલ સર્જાયો હતો.

Back to top button
error: Content is protected !!