
ડેસર પરમાર ચિરાગ
વડોદરા જિલ્લાના ડેસર તાલુકાના વેજપુર ગામે આવેલ પંડિત દીનદયાળ ગ્રાહક ભંડાર (પરવાના નં. 169/76) ના સંચાલક ગાંધી રાજેન્દ્રકુમાર રમેશચંદ્ર દ્વારા ગરીબ ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરવામાં આવતા હોવાનો ગંભીર આક્ષેપ ઉઠ્યો છે. તાજેતરમાં તારીખ 18/02/2026 ના રોજ અનાજ વિતરણ દરમિયાન ગ્રાહકોને જીવજંતુવાળો અને અત્યંત ખરાબ જથ્થો આપવામાં આવતા જ્યારે ગ્રાહકોએ રજૂઆત કરી, ત્યારે સંચાલક અને વિતરણકર્તા રવજીભાઈ દ્વારા ગ્રાહકો સાથે અભદ્ર વર્તન કરી “સરકારમાંથી આવું જ અનાજ આવે છે, તમારે જ્યાં જવું હોય ત્યાં જાઓ” તેવો ઉદ્ધત જવાબ આપવામાં આવ્યો હતો. વધુમાં, સરકાર દ્વારા નિઃશુલ્ક અનાજની જાહેરાત હોવા છતાં અહીં ગ્રાહકો પાસેથી પાસ વગર ₹100 થી વધુ રકમ વસૂલવામાં આવે છે અને દરેક ગ્રાહકના હિસ્સામાંથી 2 કિલો અનાજની કાપ મૂકવામાં આવતી હોવાની પણ વ્યાપક ફરિયાદો ઉઠી છે. આ બાબતે વેજપુરના ગ્રાહકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે અને તંત્ર દ્વારા આ ગ્રાહક ભંડારની સત્વરે તપાસ કરી ગ્રાહકોને પૂરેપૂરો તથા ગુણવત્તાયુક્ત જથ્થો મળે તેવી માંગણી કરવામાં આવી છે.




