MORBIMORBI CITY / TALUKO

MORBI:શ્રીમતી જે. એ. પટેલ મહિલા સાયન્સ કોલેજ, મોરબી દ્વારા આયોજિત ‘સાયન્સ ફેર’ની ભવ્ય સફળતા: ૩૨૦ થી વધુ સેમ્પલનું નિઃશુલ્ક ટેસ્ટિંગ કરાયું

 

MORBI:શ્રીમતી જે. એ. પટેલ મહિલા સાયન્સ કોલેજ, મોરબી દ્વારા આયોજિત ‘સાયન્સ ફેર’ની ભવ્ય સફળતા: ૩૨૦ થી વધુ સેમ્પલનું નિઃશુલ્ક ટેસ્ટિંગ કરાયું

આજના સમયમાં દિન-પ્રતિદિન વધતી જતી ભેળસેળ વિશે લોકોને જાગૃત કરવાના ઉમદા હેતુથી શ્રીમતી જે. એ. પટેલ મહિલા સાયન્સ કોલેજ, મોરબી દ્વારા ૧૮ અને ૧૯ ફેબ્રુઆરીના રોજ કન્યા છાત્રાલય કેમ્પસ ખાતે બે દિવસીય ‘સાયન્સ ફેર’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી બેચરભાઈ હાથી ,શ્રી એ. કે.પટેલ, શ્રી રમેશભાઈ મેરજા ના હસ્તે કાર્યક્રમ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો

 

“ભેળસેળ મુક્ત ભોજન, કેમિકલ મુક્ત જીવન” ના આશય સાથે યોજાયેલા આ કાર્યક્રમને મોરબીની જનતાનો અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો છે.​આ પ્રદર્શનમાં કોલેજની વિદ્યાર્થિનીઓ દ્વારા લોકોની નજર સામે જ વસ્તુઓનું લાઈવ અને નિઃશુલ્ક કેમિકલ ટેસ્ટિંગ કરી બતાવવામાં આવ્યું હતું. આ બે દિવસ દરમિયાન લોકો દ્વારા પોતાના ઘરેથી લાવવામાં આવેલા આશરે ૨૭૦ જેટલા ખાદ્ય પદાર્થો (જેવા કે દૂધ, ઘી, તેલ, મધ, મસાલા વગેરે) તેમજ “બ્યુટી લેબ” અંતર્ગત ૫૦ જેટલા કોસ્મેટિક્સ સેમ્પલ (જેવા કે લિપસ્ટિક, નેલ પોલિશ, લોશન વગેરે) નું સફળતાપૂર્વક ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું.
​મુલાકાતીઓ, ખાસ કરીને મહિલાઓ અને ગૃહિણીઓ, પોતાના ઘરના રોજિંદા ભોજન અને મોંઘા મેક-અપ પાછળનું સસ્તું સત્ય તેમજ તેમાં રહેલા હાનિકારક કેમિકલ્સનું લાઈવ પરિણામ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા હતા. લોકોએ આ કાર્યક્રમને ખરા અર્થમાં ‘આંખ ઉઘાડનાર’ ગણાવ્યો હતો અને પોતાના સ્વાસ્થ્ય તથા સુરક્ષા પ્રત્યે વધુ સજાગ બનવાનો સંકલ્પ લીધો હતો.પ્રદર્શનની મુલાકાતે આવેલા નગરજનોએ વિદ્યાર્થિનીઓના આત્મવિશ્વાસ, તેમની સચોટ વૈજ્ઞાનિક સમજ અને કોલેજના આ સમાજલક્ષી પ્રયાસની ખૂબ પ્રશંસા કરી હતી. આ કાર્યક્રમની ભવ્ય સફળતા બદલ કોલેજના આચાર્યશ્રી અને મેનેજમેન્ટ દ્વારા તમામ વિદ્યાર્થિનીઓ અને માર્ગદર્શક શિક્ષકોને હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા છે.

Back to top button
error: Content is protected !!