MORBI:મોરબી છૂટા પૈસાની લાલચ આપી લાખો પડાવતો ‘ટ્રેન મેન’ ઝડપાયો; પોલીસથી બચવા હોટલ નહીં, ટ્રેનમાં જ કરતો હતો વસવાટ

MORBI મોરબી છુટા પૈસાની લાલાચ આપી લાખો પડાવતો ટ્રેનમેન ઝડપાયો પોલીસથી બચવા હોટલની ટ્રેનમાં જ કરતો હતો વસવાટ
મોરબી: શહેરમાં આંગડિયા મારફતે લાખો રૂપિયાની છેતરપિંડી આચરતા એક શાતિર ગઠિયાને મોરબી સીટી એ ડિવિઝન પોલીસે દબોચી લીધો છે. પકડાયેલા આરોપીની મોડસ ઓપરેન્ડી જોઈને પોલીસ પણ સ્તબ્ધ થઈ ગઈ છે. આ ભેજાબાજ પકડાઈ ન જાય તે માટે હોટલમાં રોકાવાને બદલે સતત ટ્રેનમાં જ મુસાફરી કરતો હતો.
રવાપર ઘુનડા રોડ પર આવેલી જ્યોતિપાર્ક સોસાયટીના રહીશ ચેતનભાઈ દેત્રોજાને આરોપી પંકજ કેશવજીભાઈ ફેફરે પોતાની જાળમાં ફસાવ્યા હતા. આરોપીએ ચેતનભાઈને રૂ. ૧૦ અને ૨૦ના નવા બંડલ આપવાની લાલચ આપી વિશ્વાસ જીત્યો હતો. ત્યારબાદ, અમદાવાદ ખાતે અન્ય નામે રૂ. ૨.૫૦ લાખનું આંગડિયું કરાવ્યું હતું. આ રકમ ઉપાડી લીધા બાદ આરોપીએ છૂટા પૈસા ન આપી છેતરપિંડી આચરી ફોન બંધ કરી દીધો હતો.ભોગ બનનારની ફરિયાદ બાદ સીટી એ ડિવિઝન પોલીસે ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સનો સહારો લીધો હતો. તપાસમાં બહાર આવ્યું કે:આરોપી પોલીસની નજરમાં ન આવે અને હોટલના બિલનો ખર્ચ ન થાય તે માટે સતત ટ્રેનમાં જ રહેતો હતો.એક શહેરથી બીજા શહેર ટ્રેનમાં રઝળપાટ કરી તે પોતાની લોકેશન ટ્રેક થવા દેતો ન હતો.પોલીસે આરોપી પંકજ ફેફર (રહે. નવાગામ-લખધીરનગર) ની ધરપકડ કરી BNS કલમ ૩૧૮(૪) અને ૩૧૯(૨) મુજબ ગુનો નોંધ્યો છે. હાલ કોર્ટે આરોપીના ૨ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે, જેમાં અન્ય કેટલા લોકોને આ રીતે શિકાર બનાવ્યા છે તેની પૂછપરછ કરવામાં આવશે.









