GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
કાલોલ પોલીસે અપહરણ તથા પોક્સોના ગુન્હાના આરોપી તથા ભોગ બનનાર ને ઝડપી પાડ્યા.

તારીખ ૨૦/૦૨/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
જીલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓએ જીલ્લામાં અપહરણ તેમજ પોકસો એક્ટ મુજબના દાખલ થયેલ ગુન્હાઓમાં બાકી આરોપીઓ શોધી કાઢી કાયદેસર કાર્યવાહી કરવા સુચના આપેલ હોય જે આધારે નાયબ પોલીસ અધિક્ષક વી.જે.રાઠોડ હાલોલ વિભાગ ના માર્ગદર્શન હેઠળ કાલોલ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર આર.ડી.ભરવાડ તથા સર્વેલન્સ સ્ટાફના માણસો ને હ્યુમન સોર્સીસ તેમજ ટેક્નીકલ સર્વેલન્સ આધારે ચોક્કસ બાતમી હકીકત મળેલ કે,કાલોલ પોલીસ સ્ટેશનના અપહરણ તથા પોકસો ગુન્હાના કામના આરોપી રાકેશભાઈ ગણપતભાઈ પરમાર ઉ.વ ૨૮ રહે. મોટી શામળદેવી તાલુકા કાલોલ અને ભોગ બનનાર બેન સાથે અમદાવાદ શહેર માં વિંઝોલ ગામે હોય તેવી મળેલ ચોક્કસ બાતમી આધારે અમદાવાદ વિંઝોલ ખાતે જઈ તપાસ કરતાં આરોપી તથા ભોગ બનનાર મળી આવતાં તેઓને કાલોલ પોલીસ સ્ટેશન ખાતે લાવી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.






