KALOL(Panchamahal)PANCHMAHAL
માસૂમિયત સાથે ઈબાદત:કાલોલના ૬ વર્ષીય મહંમદજીલાનીએ જીવનનો પ્રથમ રોઝો રાખ્યો.

તારીખ ૨૦/૦૨/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
પવિત્ર રમજાન માસનો પ્રારંભ થતા જ સમગ્ર પંથકમાં ભક્તિ અને ઈબાદતનો માહોલ છવાયો છે. આ પવિત્ર માસમાં માત્ર મોટેરાઓ જ નહીં, પરંતુ નાના બાળકોમાં પણ રોજા રાખવા માટે ભારે ઉત્સાહ અને થનગનાટ જોવા મળી રહ્યો છે ત્યારે કાલોલના કસ્બા વિસ્તારમાં રહેતા ૬ વર્ષીય માસૂમ બાળક મહંમદજીલાની સરફરાઝ મિર્ઝાએ કાળઝાળ ગરમીની પરવા કર્યા વગર પોતાનો પ્રથમ રોઝો રાખી અલ્લાહની ઈબાદત કરી હતી.નાનકડા મહંમદજીલાનીએ સવારે સેહરી કરી સાંજ સુધી રોઝો પાળી ખુદાની બંદગી કરી હતી. આ પ્રસંગે તેના પરિવારજનો અને સગા-સંબંધીઓએ ફૂલહાર પહેરાવી માસૂમ બાળકને પ્રોત્સાહિત કર્યો હતો અને તેના ઉજ્જવળ ભવિષ્ય માટે દુઆઓ માંગી હતી. સોશિયલ મીડિયામાં પણ આ નાના રોજાદારની તસ્વીરો ખૂબ વાયરલ થઈ રહી છે અને લોકો તેના જુસ્સાને બિરદાવી રહ્યા છે.








