MORBI:મોરબી RTO કચેરી દ્વારા વાહનોના પસંદગીના નંબર મેળવવા માટે ઓનલાઇન ઈ-ઓક્શન પ્રક્રિયાનો પ્રારંભ

MORBI:મોરબી RTO કચેરી દ્વારા વાહનોના પસંદગીના નંબર મેળવવા માટે ઓનલાઇન ઈ-ઓક્શન પ્રક્રિયાનો પ્રારંભ
ટુ અને ફોર-વ્હીલર તેમજ ટ્રાન્સપોર્ટ વાહનોની નવી સિરીઝના ‘ગોલ્ડન’ અને ‘સિલ્વર’ નંબર માટે ૨૭ ફેબ્રુઆરીથી ૦૧ માર્ચ દરમિયાન અરજી કરી શકાશે
પસંદગીના નંબર મેળવવા ઈચ્છતા વાહન ચાલકોએ પરિવહન વિભાગની વેબસાઇટ પર ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવવું અનિવાર્ય
મોરબી જિલ્લાના વાહન ચાલકો પોતાના વાહન માટે મનપસંદ ‘ફેન્સી’ નંબર મેળવી શકે તે હેતુથી પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી (RTO), મોરબી દ્વારા વિવિધ શ્રેણીના વાહનો માટે ઓનલાઇન ઈ-ઓક્શન પ્રક્રિયાની જાહેરાત કરવામાં આવી છે. જે અનુસાર, ફોર-વ્હીલર વાહનો માટે નવી સિરીઝ GJ36BA, BC, AQ, AN, AM, AS અને ટુ-વ્હીલર માટે GJ36AR, AL, AP, AJ, BB તથા ટ્રાન્સપોર્ટ વાહનો માટે GJ36X, GJ36V શ્રેણીના બાકી રહેતા પસંદગીના નંબર માટે આ હરાજી યોજાશે. પસંદગીના નંબર મેળવવા ઈચ્છતા વાહન માલિકોએ ભારત સરકારના પરિવહન વિભાગની અધિકૃત વેબસાઇટ www.parivahan.gov.in/fancy પર જઈને ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે.
આ ઈ-ઓક્શન પ્રક્રિયા અંતર્ગત રજિસ્ટ્રેશનનો પ્રારંભ તા. ૨૭/૦૨/૨૦૨૬ના રોજ થશે, જે તા. ૦૧/૦૩/૨૦૨૬ના રોજ સુધી ચાલશે. બિડિંગની પ્રક્રિયા તા. ૦૧/૦૩/૨૦૨૬ થી તા. ૦૩/૦૩/૨૦૨૬ સુધી ઓનલાઇન ચાલુ રહેશે.
અરજકર્તાઓએ હરાજીમાં નક્કી થયેલી બાકી રહેતી રકમ પરિણામ જાહેર થયાના દિવસથી પાંચ દિવસની અંદર ઓનલાઇન જમા કરાવવાની રહેશે. આ ઉપરાંત, ઓક્શનમાં ભાગ લેનારા તમામ અરજદારોએ વાહન ખરીદીના અસલ દસ્તાવેજો રજૂ કરવાના રહેશે તેમ મોરબી આર.ટી.ઓ. કચેરીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.








