ARAVALLIGUJARATMODASA

અરવલ્લી: અરવલ્લી, સાબરકાંઠા, મહેસાણા, મહીસાગર, ગાંધીનગર અને ખેડા જિલ્લાઓમાંથી બે વર્ષ માટે તડીપાર કરાયેલા ઇસમને S.O.G એ ઝડપી પાડ્યો 

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

અરવલ્લી: અરવલ્લી, સાબરકાંઠા, મહેસાણા, મહીસાગર, ગાંધીનગર અને ખેડા જિલ્લાઓમાંથી બે વર્ષ માટે તડીપાર કરાયેલા ઇસમને S.O.G એ ઝડપી પાડ્યો

અરવલ્લી S.O.G ની અસરકારક કાર્યવાહી : બે વર્ષ માટે તડીપાર કરાયેલ ઇસમ ઝડપાયો

અરવલ્લી: અરવલ્લી, સાબરકાંઠા, મહેસાણા, મહીસાગર, ગાંધીનગર અને ખેડા જિલ્લાઓમાંથી બે વર્ષ માટે તડીપાર કરાયેલા ઇસમને અરવલ્લી S.O.G પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ (ગાંધીનગર વિભાગ) તથા અરવલ્લી જિલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ એન. જાડેજા દ્વારા જિલ્લામાં તડીપાર કરાયેલા ઇસમોની ખાસ ચકાસણી કરી તેઓ મળી આવે તો કડક કાયદેસર કાર્યવાહી કરવા સુચનાઓ આપવામાં આવી હતી. આ સુચનાઓના અનુસંધાને S.O.G દ્વારા અસરકારક કાર્યવાહી કરવામાં આવી.એચ.પી. ગરાસીયા, પોલીસ ઇન્સ્પેક્ટર S.O.G. અરવલ્લી-મોડાસાના માર્ગદર્શન હેઠળ S.O.G. સ્ટાફ શામળાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન ભવાનપુર ગામની સીમ વિસ્તારમાં ચોક્કસ બાતમી મળતાં તપાસ હાથ ધરવામાં આવી.

મોડાસા સબ-ડિવિઝન મેજિસ્ટ્રેટ કોર્ટના હુકમ નં. M.A.G./હદપારી કેસ/S.R/04/2025 તા. 18/11/2025 મુજબ આરોપી રમેશભાઇ થાવરાભાઇ જાતે સડાત (ઉ.વ. 45), રહે. ભવાનપુર, તા. શામળાજી, જી. અરવલ્લી-મોડાસાને અરવલ્લી, સાબરકાંઠા, મહેસાણા, મહીસાગર, ગાંધીનગર અને ખેડા જિલ્લાઓમાંથી બે વર્ષ માટે તડીપાર કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો.તેમ છતાં આરોપી પોતાના ભવાનપુર સ્થિત નિવાસ સ્થાને હાજર હોવાનું જાણવા મળતાં પોલીસે સ્થળ પર પહોંચી તેને ઝડપી પાડ્યો હતો. આરોપી સામે શામળાજી પોલીસ સ્ટેશન ખાતે જી.પી. એક્ટ કલમ 142 મુજબ ગુનો નોંધાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

પકડાયેલ ઇસમ:

રમેશભાઇ થાવરાભાઇ જાતે સડાત (ઉ.વ. 45) રહે. ભવાનપુર, તા. શામળાજી, જી. અરવલ્લી-મોડાસા

અરવલ્લી S.O.G.ની આ કામગીરીથી તડીપાર કરાયેલા ઇસમો સામે કડક વલણ અપનાવવામાં આવી રહ્યું હોવાનું સ્પષ્ટ થયું છે.

Back to top button
error: Content is protected !!