GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: રાજકોટની વિવિધ શાળાઓના શિક્ષકો પ્રાદેશિક માહિતી કચેરીની મુલાકાતે

તા.૨૦/૨/૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

માહિતી વિભાગની કાર્યપદ્ધતિ અંગે શિક્ષકોને અવગત કરાયા

Rajkot: રાજકોટ શહેરની વિવિધ શાળાઓના શિક્ષકોએ પ્રાદેશિક માહિતી કચેરી, રાજકોટની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે સહાયક માહિતી નિયામક સુ.શ્રી પ્રિયંકાબેન પરમાર દ્વારા શિક્ષકોને કચેરીની કાર્યપદ્ધતિ, પ્રેસનોટ તૈયાર કરવાની પ્રક્રિયા, વિભાગ દ્વારા પ્રકાશિત થતા વિવિધ પ્રકાશનો, સરકારની વિવિધ યોજનાઓના પ્રચાર-પ્રસાર તેમજ માહિતી અને જનસંપર્કની ભૂમિકા અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી.

શિક્ષકોએ માહિતી વિભાગની કાર્યશૈલી અંગે રસપૂર્વક પ્રશ્નો પૂછ્યા હતા અને વિભાગની કામગીરીને શિક્ષણ સાથે કેવી રીતે સુસંગત બનાવી શકાય તે બાબતે પણ ચર્ચા કરવામાં આવી હતી.

આ મુલાકાતથી શિક્ષકોને માહિતી વિભાગની ભૂમિકા અને કાર્યવિસ્તાર અંગેનો ખ્યાલ વધુ સ્પષ્ટ બનતા તમામે રાજકોટ પ્રાદેશિક માહિતી કચેરીનો આભાર માન્યો હતો.

Back to top button
error: Content is protected !!