GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના રાજપર-ચાચાપર રોડ પર આવેલી પ્લાસ્ટિક ફેક્ટરીમાં ભીષણ આગ ભભુકી ઉઠી

MORBI:મોરબીના રાજપર-ચાચાપર રોડ પર આવેલી પ્લાસ્ટિક ફેક્ટરીમાં ભીષણ આગ ભભુકી ઉઠી

 

મોરબીના રાજપર ગામની સીમમાં આજે વહેલી સવારે એક ભયાનક આગની ઘટના સામે આવી છે. રાજપર-ચાચાપર રોડ પર આવેલી ‘ઉન્નતિ પ્લાસ્ટો’ નામની ફેક્ટરીમાં લાગેલી આગમાં આખો શેડ બળીને ખાખ થઈ ગયો છે. પ્રાથમિક અંદાજ મુજબ, ફેક્ટરી માલિકને રૂ. ૩ કરોડથી વધુનું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.



​પ્રાપ્ત વિગતો અનુસાર, આ ફેક્ટરીમાં વેસ્ટ પ્લાસ્ટિકમાંથી દાણા બનાવવાનું કામ કરવામાં આવતું હતું. આજે વહેલી સવારે અંદાજે ૫:૩૦ કલાકે ફેક્ટરીના શેડ પર લગાવેલી સોલાર પેનલમાં અચાનક શોર્ટ સર્કિટ થતા આગ ફાટી નીકળી હતી. પ્લાસ્ટિકનો જથ્થો હોવાને કારણે આગ જોતજોતામાં આખા શેડમાં પ્રસરી ગઈ હતી અને આકાશમાં ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા.

​આગની જાણ થતા જ ફાયર બ્રિગેડનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો ​મોરબી ફાયર બ્રિગેડ: ૨ ટીમો ​રાજકોટ ફાયર બ્રિગેડ: ૧ ટીમ પાણીનો મારો: ૮ થી વધુ ફાયર ટેન્ડરો દ્વારા સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

​આ દુર્ઘટનામાં ફેક્ટરીનો લોખંડી શેડ પીગળીને ધરાશાયી થઈ ગયો હતો. ફેક્ટરી માલિકના જણાવ્યા અનુસાર, અંદાજે ૫૦ લાખનો તૈયાર માલ અને મશીનરી સહિત કુલ ૩ કરોડથી વધુની મિલકત બળીને રાખ થઈ ગઈ છે. જોકે, સદનસીબે વહેલી સવારનો સમય હોવાથી કોઈ જાનહાનિ નોંધાઈ નથી, જે મોટી રાહતના સમાચાર છે.હાલમાં ફાયર વિભાગ દ્વારા કુલિંગની પ્રક્રિયા ચાલુ છે અને આગ લાગવાનું સત્તાવાર કારણ જાણવા તપાસ હાથ ધરવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!