હાંસોટ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલમાં માતૃભાષા દિવસની ઉજવણી કરાઈ


સમીર પટેલ, ભરૂચ
પ્રાથમિક શાળા સાહોલમાં ૨૧ ફેબ્રુઆરીના રોજ “માતૃભાષા દિવસ”ની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી. કાર્યક્રમમાં ધોરણ 1 થી 8ના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના,ભજન,ધૂનથી કરવામાં આવી.
શાળા આચાર્ય નિલેશભાઈ સોલંકીએ માતૃભાષાનું મહત્વ સમજાવતાં કહ્યું કે માતૃભાષા આપણું ગૌરવ છે અને આપણા સંસ્કાર, સંસ્કૃતિ અને પરંપરાને જાળવવાનું મુખ્ય સાધન છે.કાર્યક્રમ દરમિયાન વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. ધોરણ બાલવાટિકા થી 8 ના વિદ્યાર્થીઓએ કાવ્યો અને બાળગીતો,ભજનો રજૂ કર્યા હતા.વિદ્યાર્થીઓએ પોતાની માતૃભાષા ગુજરાતી પ્રત્યેનો પ્રેમ અને ગૌરવ વ્યક્ત કર્યો હતો.શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમના અંતે રાષ્ટ્રગીત સાથે ઉજવણી પૂર્ણ કરવામાં આવી.આ રીતે માતૃભાષા દિવસની ઉજવણી દ્વારા વિદ્યાર્થીઓમાં પોતાની ભાષા પ્રત્યે ગર્વ અને સન્માનની ભાવના વિકસાવવામાં આવી હતી.જેમાં શાળાના આચાર્ય નિલેશભાઈ સોલંકી,શિક્ષકગણ જયંતિભાઈ, નરેશભાઈ હાજર રહી કાર્યક્રમને સફળતા અપાવી શક્યા હતા.




