શ્રી જલારામ મંદીર થરા મા સાતમા પાટોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવેલ..
શ્રી જલારામ મંદીર થરા મા સાતમા પાટોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવેલ..

શ્રી જલારામ મંદીર થરા મા સાતમા પાટોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવેલ..
ઓગડ તાલુકાના મુખ્ય મથક થરા નગરમાં આવે શ્રી જલારામ મંદીરે સંત પ.પૂજ્ય સંતશ્રી જલારામ બાપા,ભગવાન શ્રીરામચંદ્રજી પરીવાર -દરીયાલાલ દાદા,હનુમાનજી મહારાજ,નાગદેવતા વિગેરેની પ્રતિમઓનો ત્રિ-દિવસીય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ સંવત ૨૦૭૫ ના ફાગણ સુદ-૧ થી ૩ ને તા.૦૭/૦૩/૨૦૧૯ થી ૦૯/૦૩/૨૦૧૯ દરમ્યાન યોજાયેલ જેને ૭ વર્ષ પૂર્ણ થતાં ફાગણ સુદ-૩ ને શુક્રવાર તા.૨૦-૦૨-૨૦૨૬ ના રોજ સાતમા પાટોત્સવની રંગેચંગે ઉજવણી કરાઈ હતી.પાટોત્સવ નિમિતે યજ્ઞવિધિના મુખ્ય યજમાન ઠક્કર પ્રફુલકુમાર જીવરામભાઈ ના મુખ્ય યજમાન પદે ભૂદેવોના મુખારવિંદે શાસ્ત્રોક્ત વિધિવિધાનથી મંત્રોચ્ચાર સાથે સવારે ૯ થી સાંજે ૫ કલાક સુધી યજ્ઞ યોજાયેલ.બપોરે ૧૧-૩૦કલાકે ધ્વજાજી સાથે શોભાયાત્રા બાદ ૧૨-૩૯ કલાકે ધ્વજા ચડાવેલ. સાંજે ૬-૩૦ કલાકે મહા આરતી બાદ ૫૦૦ હરિભક્તોએ ભોજન પ્રસાદ લઈ સૌ છૂટા પડેલ.આ અવસરે આનંદના ગરબાના દાતા કેશવલાલ પટેલ તેમજ અન્ય દાતાઓએ દાન આપી ધન્યતા અનુભવેલ.દેવદરબાર જાગીર મઠના મહંત પ.પૂ.૧૦૦૮ મહંતશ્રી બળદેવનાથજીબાપુ એ આશીર્વાદ આપ્યા હતા.આ પ્રસંગને દીપાવવા બ.કાં.જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા,તાણા ગામના પૂર્વ સરપંચ ગીરીશભાઈ પટેલ, દશરથભાઈ ઠક્કર,શ્રી જલારામ મંદિરના ટ્રસ્ટી વિજયભાઈ ટેસ્ટી,નિરંજનભાઈ એ.ઠક્કર, રાજુભાઈ ઠક્કર (લાટી) વગેરે હાજર રહેલ.
નટવર.કે.પ્રજાપતિ,થરા
મો. 99795 21530




