દાહોદ તાલુકામાં ગ્રામ્ય વિસ્તારમાં રાત્રિના સમયે મળી આવેલ અસહય મહિલા ને સુરક્ષિત આશ્રય અપાવતી 181 અભયમ દાહોદ

તા.૨૧.૦૨.૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ તાલુકામાં ગ્રામ્ય વિસ્તારમાં રાત્રિના સમયે મળી આવેલ અસહય મહિલા ને સુરક્ષિત આશ્રય અપાવતી 181 અભયમ દાહોદ
દાહોદ તાલુકામાં ગ્રામ્ય વિસ્તારમાંથી એક જાગૃત વ્યક્તિ એ 181 મહિલા હેલ્પલાઇન પર કોલ કરીને જણાવેલ કે એક વૃદ્ધ માજી મળી આવેલ છે અને જાગૃત નાગરિકના ઘરે બેઠેલા છે એમ જાગૃત નાગરિક જણાવેલ છે ત્યારબાદ જાગૃત નાગરિક કે જણાવેલ સરનામે પહોંચતા વૃદ્ધ માજી જોઈને લાગે છે કે 70 વર્ષના હોય અને એ વૃદ્ધ માજી જોડે વાતચીત કરતા તેઓએ જણાવે છે કે તેઓને ત્રણ દીકરા છે અને વૃદ્ધ માજી ને તેમનું નામ પણ જણાવેલ અને તેમનું ગામનું નામ પૂછતા તેઓએ એમપીના છે એમ જણાવે છે પરંતુ તેમની ભાષા અને બોલી પરથી લાગતું નહીં કે તેઓએ એમપી ના હોય એવું અને સરખી રીતે સરનામું આપતા નહીં અલગ અલગ ગામનું નામ બતાવતા હોય હાલમાં તેઓને આશ્ચર્ય ની જરૂર જણાય અને લાંબા ગાળાનું કાઉન્સલિંગ માટે માજી ને દાહોદ સખીવન સ્ટોપ માં હેન્ડ ઓવર કરેલ છે





