GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી પોલીસ દ્વારા ચોરી અને વાહન ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલાયો પરપ્રાંતીય ગેંગનો એક સાગરીત ઝડપી લીધો 

MORBI:મોરબી પોલીસ દ્વારા ચોરી અને વાહન ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલાયો પરપ્રાંતીય ગેંગનો એક સાગરીત ઝડપી લીધો 

 

મોરબી તાલુકા અને સીટી એ-ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલી ઘરફોડ ચોરી અને વાહન ચોરીની ઘટનાઓમાં પોલીસે મહત્વની સફળતા મેળવી છે. મોરબી તાલુકા પોલીસની ટીમે પેટ્રોલિંગ દરમિયાન એક પરપ્રાંતીય શખ્સને ચોરાઉ મુદ્દામાલ અને મોટરસાયકલ સાથે ઝડપી પાડી આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ કર્યો છે.

મોરબી તાલુકા પોલીસનો સર્વેલન્સ સ્ટાફ જ્યારે ધરમપુર ગામ પાસે પેટ્રોલિંગમાં હતો, ત્યારે એક શંકાસ્પદ મોટરસાયકલ (GJ-36-AQ-6410) રોકી તપાસ કરતા ચાલક સંતોષકારક જવાબ આપી શક્યો ન હતો. ઝીણવટભરી તપાસમાં જાણવા મળ્યું કે આ બાઇક નાની વાવડી કબીર આશ્રમ પાસેથી ચોરાયું હતું, જેની ફરિયાદ એ-ડિવિઝન પોલીસમાં નોંધાયેલી હતી.

પકડાયેલા આરોપી મુકેશભાઇ ઇલામસિંગ સિંગારની સઘન પૂછપરછમાં તેણે અન્ય એક મોટરસાયકલ વાવડી સોસાયટીમાંથી ચોર્યાની કબૂલાત કરી હતી. આ ઉપરાંત, તેણે તેના સાગરીતો સાથે મળીને પીપળી ગામની એક સોસાયટીમાં ઘરનું તાળું તોડી ચોરી કરી હોવાનું પણ સ્વીકાર્યું હતું. તેની પાસેથી રોકડા રૂ. ૫૫૦૦, એક ગોલ્ડન ચેઇન અને ચોરી કરવા માટે વપરાતું લોખંડનું હથિયાર (ગણેશિયો) મળી આવ્યું છે. મુકેશભાઇ ઇલામસિંગ સિંગાર (રહે. મધ્યપ્રદેશ કલમસિંગ ઉર્ફે ભાયા, કેરૂભાઇ સિંગર અને હેમતભાઇ (તમામ રહે. મધ્યપ્રદેશ) મોરબી તાલુકા પોલીસે હાલ આરોપીની ધરપકડ કરી અન્ય ત્રણ ફરાર આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. આ સમગ્ર કેસની વધુ તપાસ પો.સ.ઇ. એસ.એચ. ભટ્ટ ચલાવી રહ્યા છે.

Back to top button
error: Content is protected !!