કાલોલ તાલુકાની બાકરોલ પ્રાથમિક શાળામાં આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિન ઉજવાયો.

તારીખ ૨૨/૦૨/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
માતૃભાષાનું જતન કરવાના ઉદ્દેશ્યથી બાકરોલ પ્રાથમિક શાળામાં ૨૧ ફેબ્રુઆરીના રોજ આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ ઉજવવામાં આવ્યો.વિશ્વભરના લોકોમાં તેમની માતૃભાષા બોલવામાં ગર્વ અનુભવે ,ભાષા અને સંસ્કૃતિની વિવિધતાને સન્માન મળે તથા બહુભાષાવાદને પ્રોત્સાહન આપવામાં આવે એ આ કાર્યક્રમનો મુખ્ય હેતુ છે.શાળાના આચાર્ય દિનેશભાઇ પ્રજાપતિ, સીઆરસી કો ઓર્ડીનેટર નયનાબેન તેમજ શાળાના શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને માતૃભાષાનું મહત્વ સમજાવવામાં આવ્યું.”મારી ભાષા મારું ગૌરવ” બાળક્ને માતા તરફથી મળેલી ભાષા, પરિવારમા બોલાતી ભાષા એટલે માતૃભાષા. જે ભાષામાં બાળક હસ્યું, રડયું, જે ભાષાનો શબ્દ બાળકે સૌપ્રથમ સાંભળ્યો, કાલું-કાલું બોલવાનો પ્રયત્ન જે ભાષામાં બાળકે કર્યો, બાદમાં ભાષાનું શબ્દભંડોળ સમૃદ્ધ થવાથી તેના પર પ્રભુત્વ આવે. જે ભાષામાં વિચારવાનું, લાગણીઓ અનુભવવાનું, તેમજ લાગણીઓ અને વિચારો પ્રદર્શિત બાળક શીખ્યું તે ભાષા એટલે માતૃભાષા આ બાબતોની સમજ શાળાના આચાર્ય દ્વારા આપવામાં આવી. વિદ્યાર્થીઓ દ્વારા માતૃભાષાના કવિઓ, લેખકો વિશે વક્તવ્ય આપવામાં આવ્યા.શિક્ષકોના માર્ગદર્શન હેઠળ વિવિધ નાટકો, માતૃભાષાને લગતા પારંપરિક લોકગીતો, હાલરડાં ,વિવિધ મૂળાક્ષરોનો-શબ્દોનો મર્મ, રૂઢિપ્રયોગો,કહેવતો, નવીન શબ્દો તેમજ ભાષા વ્યાકરણ અંતર્ગત કવિઝનું વિદ્યાર્થીઓ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું.






