GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી મહાનગરપાલિકાના પ્રજાલક્ષી નિર્ણય ટેક્સમાં કોઈ જ વધારો નહીં.

MORBI:મોરબી મહાનગરપાલિકાના પ્રજાલક્ષી નિર્ણય ટેક્સમાં કોઈ જ વધારો નહીં.

 

મોરબી મહાનગરપાલિકાના માન.વહીવટદારશ્રી અને માન.કમિશનરશ્રી દ્રારા આગામી નાણાકીય વર્ષ 2026-2027 માટેનું કરના દરો જાહેર કર્યા છે, જે સંપૂર્ણપણે પ્રજાલક્ષી અને કરબોજ મુક્ત રાખવામાં આવ્યું છે. મોરબીના નગરજનો પર વધારાના વેરાનો બોજ નાખ્યા વિના શહેરના સર્વાંગી વિકાસ પર ભાર મૂકવામાં આવ્યો છે.


ઝીરો ટેક્સ વધારો: આગામી વર્ષમાં મિલકત વેરા, પાણી વેરા કે અન્ય કોઈપણ કન્ઝર્વન્સી વેરામાં એક પણ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો નથી.વિકાસલક્ષી અભિગમ: ટેક્સ વધારવાને બદલે મહાનગરપાલિકાએ સરકારની વિવિધ ગ્રાન્ટો અને જૂની વસૂલાત પર ધ્યાન કેન્દ્રિત કરીને શહેરના રસ્તા, ગટર અને પાણીની સુવિધા સુધારવાનો લક્ષ્યાંક રાખ્યો છે.
નાગરિકોને રાહત: મોરબીના મધ્યમ અને શ્રમિક વર્ગના હિતમાં આ નિર્ણય લેવાયો છે, જેથી મોંઘવારીના સમયમાં જનતાને આર્થિક રાહત મળે.
રિબેટ યોજનાનો લાભ: સમયસર વેરો ભરનારા જાગૃત નાગરિકો માટે એડવાન્સ ટેક્સ રિબેટ યોજના ચાલુ રાખવામાં આવી છે. જેમાં ૦૧ એપ્રિલ થી ૩૦ સપ્ટેમ્બર સુધી મિલકત વેરા પર ૧૦% વળતર આપવામાં આવે છે અને નાગરિકોને મોરબી મહાનગરપાલિકાના પોર્ટલ પરથી ઓનલાઈન વેરો ભરીને વળતર મેળવી શકે છે.વસૂલાત પર ભાર: નવા ટેક્સ નાખવાને બદલે, જે મોટા બાકીદારો છે તેમની પાસેથી કડક હાથે વસૂલાત કરી તિજોરી ભરવામાં આવશે.ઓનલાઈન ટેક્સ સુવિધા: નગરજનો મોરબી મહાનગરપાલિકાની વેબસાઈટ અથવા “Morbi Municipal Corporation” મોબાઈલ એપ્લિકેશન દ્વારા ઘરે બેઠા સરળતાથી ટેક્સ ભરી શકે છે.મહાનગરપાલિકા તંત્ર દ્વારા નગરજનોને અપીલ કરવામાં આવે છે કે, વહીવટી તંત્ર દ્વારા વેરામાં કોઈ વધારો ન કરી જે રાહત આપવામાં આવી છે, તેના બદલામાં નાગરિકો પોતાનો બાકી વેરો સમયસર ભરી શહેરના વિકાસમાં સહયોગ આપે.

Back to top button
error: Content is protected !!