
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
શામળાજી – ફાગણ સુદ પૂર્ણિમાએ યાત્રાધામ શામળાજી મંદિરના દર્શન સમય બદલાયા – ચંદ્રગ્રહણને પગલે મંદિર એક કલાક વહેલું ખુલશે
ફાગણ સુદ પૂર્ણિમા નિમિત્તે તેમજ ચંદ્રગ્રહણના કારણે અરવલ્લી જિલ્લાના યાત્રાધામ શામળાજી મંદિર ખાતે દર્શન વ્યવસ્થામાં મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યો છે. મંદિર ટ્રસ્ટ દ્વારા જાહેર કરાયેલા કાર્યક્રમ અનુસાર તા. ૩ માર્ચ, મંગળવારના રોજ દર્શનનો સમય નિયત સમય કરતાં એક કલાક વહેલો રાખવામાં આવ્યો છે.મંદિર સવારે ૫:૦૦ વાગ્યે ભાવિકો માટે ખુલશે. ત્યારબાદ ૫:૪૫ વાગ્યે મંગલા આરતી, ૮:૦૦ વાગ્યે શણગાર આરતી અને ૯:૦૦ વાગ્યે રાજભોગ ધરાવવામાં આવશે, જેના કારણે મંદિર બંધ રહેશે. ૯:૪૫ વાગ્યે રાજભોગ આરતી બાદ ૧૦:૩૦ વાગ્યે મંદિર ફરી બંધ કરવામાં આવશે.બપોરે ૧૨:૩૦ વાગ્યે ઉત્થાપન સાથે મંદિર ફરી ખુલશે અને ૧:૩૦ વાગ્યે સંધ્યા આરતી યોજાશે. સંધ્યા આરતી બાદ રાત્રે ૮:૩૦ વાગ્યા સુધી ઠાકોરજી આગળની ઝાળી બંધ રહેશે, તેમ છતાં ભાવિકો ઝાળીમાંથી દર્શન કરી શકશે.માહિતી મુજબ ચંદ્રગ્રહણની શરૂઆત બપોરે ૩:૨૦ વાગ્યે થશે અને સાંજે ૬:૪૭ વાગ્યે ગ્રહણ મોક્ષ બાદ મંદિરનું પ્રક્ષાલન કરવામાં આવશે.ફાગણી પૂર્ણિમા નિમિત્તે મોટી સંખ્યામાં ભાવિકો શામળાજી મંદિરે ઉમટવાની શક્યતા હોવાથી મંદિર ટ્રસ્ટ દ્વારા દર્શન વ્યવસ્થા અનુસાર સમયપાલન કરવા ભાવિકોને અપીલ કરવામાં આવી છે.





