
દેડિયાપાડામાં સરપંચના પતિ દેવજીભાઈ એ વન અધિકારીને લાફો મર્યો,
વાત્સલ્યમ સમાચાર
જેસિંગ વસાવા : સાગબારા
નમો વડ વનની જગ્યા મામલે પંચાયત અને વન વિભાગ વચ્ચે વિખવાદ માં દેડિયાપાડાના સરપંચના પતિ અને ભાજપના આગેવાન દેવજી ભાઈ છેદળભાઈ એ વનકર્મીને તમાચો મારી દેતાં તેની સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. દેડિયાપાડાના રેંજ ¹ફોરેસ્ટર રાહુલ વસાવાએ નોંધાવેલી ફરિયાદ મુજબ 20 ફેબ્રુઆરીએ તેઓ તથા આરએફઓ રીનાબેન ચૌધરી સાથે દેડિયાપાડા હાટ ચોકડી નજીક 0.50 હેકટર જમીનમાં વિકસી રહેલાં નમો વડ વનની મુલાકાતે ગયાં હતાં. મુલાકાત દરમિયાન આ જગ્યા પર ખાડાઓ ખોદાયેલા જોવા મળ્યા અને દેડિયાપાડા ગ્રુપ ગ્રામ પંચાયત તરફથી જાહેર નોટિસનું બોર્ડ પણ લગાવાયું હતું. વન વિભાગની ટીમ આવી હોવાની જાણ થતાની સાથે સરપંચના પતિ દેવજીભાઈ છેદળભાઇ વસાવા ત્યાં પહોંચી ગયાં હતાં. ત્યારે વન વિભાગની ટીમે તેમને ગેટ પર લગાવેલું તાળુ કોને તોડયું તે બાબતે પૂછપરછ કરતાં તેઓ ઉશ્કેરાઈ ગયાં હતાં અને વન વિભાગની ટીમ સાથે ઝઘડો કરવા લાગ્યાં હતાં. અને દેવજી ભાઈ એ કીધું કે આ જમીન વન વિભાગની નહી પણ ગ્રામ પંચાયતની હોવાનો દાવો કરતાં વન વિભાગે પુરાવાની માગણી કરી હતી. વન વિભાગે પુરાવા માગતા દેવજી વસાવા ઉશ્કેરાઇને ફોરેસ્ટર રાહુલ વસાવાને તમાચો મારી દીધો હતો. ત્યારે આ સમગ્ર મામલાને લઈને દેડિયાપાડા પોલીસે દેવજી વસાવા સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.



