DAHODGUJARAT

દાહોદ તાલુકાના કતવારા ગામના બોરખેડા પટેલ ફળીયાના પુજાબેન બળવંતસિંહ પરમાર ગુમ થયા ભાળ મળ્યે કતવારા પોલીસ સ્ટેશન ખાતે સંપર્ક કરવો

તા.૩૦.૦૭.૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદ તાલુકાના કતવારા ગામના બોરખેડા પટેલ ફળીયાના પુજાબેન બળવંતસિંહ પરમાર ગુમ થયા ભાળ મળ્યે કતવારા પોલીસ સ્ટેશન ખાતે સંપર્ક કરવો

દાહોદમાં તા. ૧૦.૦૭.૨૦૨૫ ના રોજ સવારના આશરે સાડા સાતેક વાગ્યાના સુમારે ગુમ થનાર પૂજાબેન પરમાર બે બાળકો નામે દીશાબેન ઉ.વ.૫ વર્ષ તથા માનવીરસિંહ ઉ.વ.૨ વર્ષનાઓ સાથે ગમલા ગામે બસ સ્ટેશનની પાછળ આવેલ ભોલેનાથ ભગવાનના મંદિરે દર્શન કરવા ગયા પછી પરત ઘરે નહી આવેલ નથી. ગુમ થનારના દેવર મનહરસિંહ વિજયસિંહ જાતે પરમાર ઉ.વ.૩૯ ધંધો-ખેતી રહે, બોરખેડા, પટેલ ફળીયા તા.જી.દાહોદ મો.નં.૯૮૨૪૯૮૮૯૨૪ નાઓએ કતવારા પો.સ્ટે.માં તેમના ભાભી પૂજાબેન પરમાર બાળકો સાથે ગુમ થયાની ફરિયાદ આપેલ છે. ગુમ થનારનુ વર્ણન:- પુજાબેન વા/ઓફ બળવંતસિંહ જાતે પરમાર, ઉ.વ.૨૮, ધંધો-ઘરકામ રહે, બોરખેડા, પટેલ ફળીયા. તા.જી.દાહોદ, મો.નં.૯૧૦૬૮૫૪૨૧૦. શરીરે મધ્યમ બાંધો, રંગે ઘઉં વર્ણ. ચહેરો ગોળ, ઉંચાઇ.૫ ૨,આંખ કાળી, માથાના વાળ કાળા, શરીરે લીલા રંગની સાડી પહેરેલ છે. તેમજ તે ગુજરાતી તથા હિન્દી ભાષા જાણે છે. ગુમ થનારની ભાળ મળ્યે કતવારા પોલીસ સ્ટેશન તથા મો.નં.૯૧૦૬૫૪૪૭૮૭ ઉપર જાણ કરવા સારૂ (વી.સી.ચૌહાણ) ઇન્વે.અમલદાર કતવારા પો.સ્ટે. દ્વારા જણાવાયુ છે

Back to top button
error: Content is protected !!