GUJARATPANCHMAHALSHEHERA

શહેરાના મહાલક્ષ્મી મંદિર ખાતે RSS શતાબ્દી વર્ષ નિમિત્તે ભવ્ય ‘હિંદુ સંમેલન’ સંપન્ન

 

પંચમહાલ ગોધરા

નિલેશભાઈ દરજી શહેરા

શહેરા નગરની હિંદુ સંમેલન સમિતિ અને શહેરા મંડળ દ્વારા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દી વર્ષની ઉજવણીના ભાગરૂપે મહાલક્ષ્મી માતાના મંદિર ખાતે એક ભવ્ય હિંદુ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો પ્રારંભ દીદી માઁ જયા દીદીના હસ્તે ભારત માતાના પૂજન અને દીપ પ્રજ્વલનથી કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત RSSના જિલ્લા કાર્યવાહ શ્રી રાજેશભાઈ જોષીએ રાષ્ટ્ર નિર્માણમાં હિંદુ સમાજની ભૂમિકા અને સંઘના ૧૦૦ વર્ષના સેવાકાર્ય પર પ્રકાશ પાડ્યો હતો, જ્યારે વિશ્વ હિંદુ પરિષદના વિભાગ સહમંત્રી શ્રી દિનેશભાઈ બ્રહ્મક્ષત્રિયે પંચ પરિવર્તન અંતર્ગત સામાજિક સમરસતા, કુટુંબ પ્રબોધન, સ્વદેશી જાગરણ, પર્યાવરણ અને નાગરિક કર્તવ્ય જેવા વિષયો પર ભાર મૂકી સાંસ્કૃતિક મૂલ્યોના જતનનું આહવાન કર્યું હતું. આ કાર્યક્રમમાં વિભાગ સંગઠન મંત્રી શ્રી રામભાઈ ભરવાડ અને તાલુકા કાર્યવાહ શ્રી પૃથ્વીભાઈ લુહારની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી, જેમાં શહેરા નગર અને તાલુકાના VHP તથા RSSના અસંખ્ય સ્વયંસેવકો અને અગ્રણીઓએ મોટી સંખ્યામાં જોડાઈ હિંદુ એકતાના દર્શન કરાવ્યા હતા અને અંતમાં આયોજકોએ સૌનો આભાર માની સમાજને વધુ સશક્ત બનાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

Check Also
Close
Back to top button
error: Content is protected !!