GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીમાં કાળજું કંપાવતી ઘટના: આલાપ રોડ પર કારની ટક્કરે ૨ વર્ષની માસૂમ બાળકીનું કરુણ મોત, સીસીટીવી ફૂટેજ આવ્યા સામે

MORBI:મોરબીમાં કાળજું કંપાવતી ઘટના: આલાપ રોડ પર કારની ટક્કરે ૨ વર્ષની માસૂમ બાળકીનું કરુણ મોત, સીસીટીવી ફૂટેજ આવ્યા સામે

 

મોરબીના આલાપ રોડ પર એક અત્યંત દુઃખદ અકસ્માતની ઘટના સામે આવી છે. રહેણાંક વિસ્તારની શેરીમાં રમી રહેલી ૨ વર્ષની માસૂમ બાળકીને એક બેદરકાર કાર ચાલકે હડફેટે લેતા બાળકીનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું છે. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

​મળતી માહિતી મુજબ, મોરબીના આલાપ રોડ પર આવેલી શેરીમાં ધનશ્રી વાસુદેવભાઈ વડસોલા નામની ૨ વર્ષની બાળકી અન્ય બાળકો સાથે રમી રહી હતી. આ દરમિયાન GJ 36 AJ 9315 નંબરની બલેનો કારના ચાલકે ગફલતભરી રીતે ગાડી ચલાવી માસૂમ બાળકીને અડફેટે લીધી હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે બાળકીને ગંભીર ઈજાઓ પહોંચતા તેનું મોત નીપજ્યું હતું.વાયરલ થયેલા સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે શેરી જેવા સાંકડા વિસ્તારમાં કાર ચાલકે બાળકીની હાજરીની દરકાર કર્યા વિના ગાડી ચલાવી હતી. આ દ્રશ્યો જોઈને કોઈપણ વ્યક્તિનું કાળજું ધ્રૂજી ઉઠે તેમ છે.આ મામલે પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. કાર ચાલક નીરવભાઈ મહાદેવભાઈ ભોરણીયા સામે બેદરકારીથી વાહન ચલાવી મોત નીપજાવવા બદલ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.માત્ર ૨ વર્ષની દીકરીના અકાળે અવસાનથી વડસોલા પરિવાર પર આભ તૂટી પડ્યું..

Back to top button
error: Content is protected !!