ARAVALLIGUJARATMODASA

મોડાસા – ફરેડી પ્રાથમિક શાળા પાસે ફરી અકસ્માત, મોડાસા–માલપુર હાઇવે બન્યો જોખમી ઝોન – કાર અથડાતા ત્રણ લોકો ઈજાગ્રસ્ત; વારંવાર અકસ્માતો છતાં તંત્રની બેદરકારી સામે સ્થાનિકોમાં રોષ

અરવલ્લી

અહેવાલ હિતેન્દ્ર પટેલ

મોડાસા – ફરેડી પ્રાથમિક શાળા પાસે ફરી અકસ્માત, મોડાસા–માલપુર હાઇવે બન્યો જોખમી ઝોન – કાર અથડાતા ત્રણ લોકો ઈજાગ્રસ્ત; વારંવાર અકસ્માતો છતાં તંત્રની બેદરકારી સામે સ્થાનિકોમાં રોષ


અરવલ્લી જિલ્લામાં મોડાસા–માલપુર હાઇવે પર ફરેડી પ્રાથમિક શાળાના ગેટ નજીક વધુ એક અકસ્માત સર્જાતા ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. અકસ્માત સર્જાતા આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
મળતી માહિતી મુજબ હાઇવે પરથી પસાર થતી એક કાર અચાનક નિયંત્રણ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. ઘટના બનતા સ્થાનિક લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્તોને બહાર કાઢવામાં આવ્યા હતા. ત્યારબાદ 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવતા ઇજાગ્રસ્તોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા મુજબ ફરેડી પ્રાથમિક શાળાના ગેટ નજીકનો વિસ્તાર અકસ્માતપ્રવણ બની ગયો છે. અહીં અગાઉ પણ અનેક અકસ્માતો બન્યા હોવા છતાં માર્ગ સલામતી માટે કોઈ કાયમી પગલાં લેવામાં આવ્યા નથી. શાળામાં અભ્યાસ કરતા નાના વિદ્યાર્થીઓ માટે આ માર્ગ ગંભીર જોખમરૂપ બની રહ્યો છે.સ્થાનિકોએ તંત્ર સમક્ષ અહીં સ્પીડ બ્રેકર બનાવવાની, ચેતવણી બોર્ડ મૂકવાની તેમજ વાહનોની ઝડપ નિયંત્રિત કરવા પોલીસ પેટ્રોલિંગ વધારવાની માંગ ઉઠાવી છે.અકસ્માતોની વધતી ઘટનાઓ વચ્ચે હવે તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લોકો અપેક્ષા વ્યક્ત કરી રહ્યા છે.

Back to top button
error: Content is protected !!