GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ કોમ્યુનિટી હોલમાં પંચમહાલ જિલ્લા સહિત ત્રણ જીલ્લા વાલ્મિકી સમાજ ની બિન પોલિટિકલ બેઠક મળી.

 

તારીખ ૨૪/૦૨/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ કોમ્યુનિટી હોલમાં વાલ્મિકી સમાજનું બિન પોલિટિકલ બેઠક યોજાઇ જેમાં દાહોદ મહીસાગર અને પંચમહાલ જિલ્લાના વાલ્મિકી સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા જેમાં ગોધરાના રાજેશભાઈ ચૌહાણ,કાલોલના કિરણભાઈ. હાલોલ થી નવીનભાઈ જાદવ જંત્રાલ ના સરપંચ વિનોદભાઈ ગોધરાના પિયુષભાઈ પરમાર,ગોધરાના શૈલેષભાઈ ચૌહાણ એ પોતાના તેજાબી વ્યક્તિત્વએ સમાજના આગેવાનોને ખુશ કર્યા હતા ગોધરાના રીટાયર્ડ ટીપીઓ સોમાભાઈ,ભરતભાઈ પ્રણામી કનેટીયા થી જતીનભાઈ ત્રણે જિલ્લાના આગેવાનો કર્મચારી શિક્ષકો અને અન્ય નોકરિયાત વર્ગ આ બેઠકમાં જોડાયા હતા. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ સમાજના કુરિવાજો દૂર કરવાનો અને સમાજ અને સફાઈ કામદારો ના પ્રશ્નોને રાહ મળે સમાજના ખોટા કુરિવાજો લગ્ન મરણમાં વધુ પડતા ખર્ચા દેખા દેખી શોબાજી વ્યસન અટકાવ અને શિક્ષણ ક્ષેત્રે વધુ આગળ વધવા માટે સમાજના આગેવાનોએ સૂચનો કર્યા હતા વિવિધ સરકારની સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે કેવી રીતે તૈયારી કરવી અને તેમાં સફળતા કેમ પ્રાપ્ત કરવી તે વિશે ગોધરાના ઇંગ્લીશ મીડીયમ ના શિક્ષક દ્વારા સુંદર સૂચનો કરવામાં આવ્યા હતા સમાજમાં કોઈ આગળ વધતું હોય તો તેના ટાંટિયા ખેંચવાને બદલે તેનો હાથ પકડી ઉપર લઈ જવા મદદ કરવી જોઈએ તેવા આગેવાનો દ્વારા સૂચનો કરવામાં આવ્યા હતા. આ બેઠક બિન પોલિટિકલ હોય તેમાં મોટાભાગના કર્મચારીઓ પણ જોડાયા હતા અને આ બેઠકમાં રાજેશભાઈ દ્વારા સંકલ્પ પણ લેવડાવવામાં આવ્યો હતો જેને ત્રણેય જિલ્લાના આગેવાનોએ સહર્ષ વધાવી લીધો હતો સમાજ કેવી રીતે આગળ વધે કોને કયા મદદ કરવી છે જેવી બાબતો વિશે આગેવાનો દ્વારા ધ્યાન દોરવામાં આવ્યું હતું.

Back to top button
error: Content is protected !!