ARAVALLIGUJARATMODASA

અરવલ્લી : LCBએ I-20 કારમાંથી 3.38 લાખ ના દારૂ સાથે બાડમેરના બુટલેગરને દબોચ્યો

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

અરવલ્લી : LCBએ I-20 કારમાંથી 3.38 લાખ ના દારૂ સાથે બાડમેરના બુટલેગરને દબોચ્યો

*પોલીસની આંખમાં ધૂળ નાખવા કારની નંબર પ્લેટ ખોટી લગાવી દારૂની હેરાફેરી*

અરવલ્લી જીલ્લા પોલીસવડા મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ એલસીબી પોલીસ બુટલેગરોના દારૂ ઘુસાડાવાના અવનવા કિમીયા પર પાણી ફેરવી રહી છે બાડમેરનો બુટલેગર કાર પર ડુપ્લીકેટ નંબર પ્લેટ લગાડી ગુજરાતમાં સુમન ઠાકોર નામના બુટલેગરને દારૂ આપવા આવતા એલસીબી પોલીસે શામળાજી બ્રિજ નજીકથી દબોચી લઇ 3.38 લાખનો શરાબ જપ્ત કરી બુટલેગરને જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો

અરવલ્લી એલસીબી પીઆઈ એમ.એચ.ઝાલા અને તેમની ટીમે શામળાજી નજીક વાહનોના ચેકીંગ દરમિયાન બાડમેરનો બ્રિજેશ જીયારામ ચૌધરી તેની આઈ-20 કારમાં દારૂ ભરી પસાર થવાનો હોવાની બાતમી મળતા એલસીબીએ બ્રિજ નજીક વોચ ગોઠવી બાતમી આધારિત કાર આવતા અટકાવી કારમાંથી વિદેશી દારૂ અને બિયર ટીન-522 કિં.રૂ.3.38 સહીત રૂ.8.68 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાર પર લાગેલી નંબર પ્લેટ પણ ડુપ્લીકેટ હોવાનું તપાસ માં બહાર આવ્યું હતું એલસીબી પોલીસે બ્રિજેશ જીયારામ ચૌધરીની ધરપકડ કરી પૂછતાછ કરતા કારમાં ભરેલ દારૂ સુમન અરજણ ઠાકોર નામના બુટલેગરે મંગાવ્યો હોવાનું અને કારમાં દારૂ રાજસ્થાન જોધપુરના બુટલેગર મહિપાલે ભરી આપ્યો હોવાનું જણાવતા પોલીસે શામળાજી પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી બંને બુટલેગરોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા

Back to top button
error: Content is protected !!