BANASKANTHAGUJARATPALANPUR

જગાણાની એકલવ્ય શાળામાં રખાયેલી ખેડૂત લક્ષી મિટિંગમાં ખેડૂતો ગેર હાજર

25 ફેબ્રુઆરી જીતીશ જોષી પાલનપુર બનાસકાંઠા

જગાણા એકલવ્ય શાળા પરિવારની ઘોર બેદરકારી
જીલ્લા શિક્ષણ અધિકારી એક નજર ઇધર ભી.જગાણાની એકલવ્ય શાળામાં રખાયેલી ખેડૂત લક્ષી મિટિંગમાં ખેડૂતો ગેર હાજર ખેડૂતને બદલે શાળાના વિદ્યાર્થીઓ સાથે યોજાઈ મિટિંગ જગાણા ખાતે ખેડૂત લક્ષી મિટિંગમાં વિદ્યાર્થીઓનું ભણતર ઠપ્પ.પાલનપુર તાલુકાના જગાણા એક લવ્ય મોડેલ સ્કૂલ ખાતે ખેડૂત લક્ષી મિટિંગનું આજે ૧૦:૩૦ વાગે મિટિંગ રાખવામાં આવી હતી પરંતુ આ મિટિંગ માં એક પણ ખેડૂત હાજર જોવા મળ્યા ન હતા જે આવેલ મિટિંગમાં જેમને પણ પોતાની જમીન ન હોય તેવા ચાર જણા આવેલા અને બાકીના એકલવ્ય મોડેલ સ્કૂલના વિધાર્થીઓ હાજર જોવા મળ્યા હતા શું આ વિધાર્થીઓને મિટિંગમાં માહિતી આપવાથી પ્રાકૃતિક ખેતી, અથવા ગાયો વિશે આ બાળકોને કોઈ ફાયદો થવાનો નથી બાળકો ભણશે કે મિટિંગોમાં વ્યસ્ત રહેશે તો આવનારી પેઢીની શું અપેક્ષા રાખશો મા-બાપ પોતાની કાળી મજુરી કરી પોતાના પેટે પાટા બાધી શાળામાં ભણાવવા મુકે છે અને આ કર્મચારીઓ પોતાની મિટિંગમાં હાજરી દેખાડવા માટે વિધાર્થીઓનો ઉપયોગ થતો આજે જોવા મળ્યો હતો શું આ રીતે ગુજરાત ભણશે ? સરકારના રૂપિયાનો આ રીતે વ્યર્થ થતો જોવા મળ્યો હતો આમ જગાણા ખાતે ખેડૂતલક્ષી મિટિંગનો જોરદાર ફિયાસ્કો થતો જોવા મળ્યો હતો અને સમયનો વ્યય અને વિધાર્થીઓના શિક્ષણનો વ્યય કરનારાઓ સામે અથવા કસૂરવાર સામે ઉપલા અધિકારીશ્રી પગલાં લેશે કે જૈસે થે. તસવીર -અહેવાલ રતિલાલ લોહે

Back to top button
error: Content is protected !!