BANASKANTHAGUJARATPALANPUR

પાલનપુરના પારપડા ખાતે 180 ધાન્યધાર પ્રજાપતિ સમાજ નો 25 મોં સમૂહ લગ્નોત્સવ યોજાયો

25 ફેબ્રુઆરી જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

25 મા રંજતજયંતી ઉતસ્વમા સમાજના 43 નવ દંપત્તિઓએ પ્રભુતામાં પગલાં પડ્યા હતા. 180 ધાન્યધાર પ્રજાપતિ સમાજ દ્વારા સમાજમા લગ્ન પ્રસંગે થતા મોટા ખર્ચ ને પહોંચી વળવા સમાજના દીકરા દીકરીઓ સમૂહમાં લગ્ન કરવાની પહેલ કરી હતી જેને આજે 25 વર્ષ પૂર્ણ થતા આ વખતે 180 ધાન્યધાર પ્રજાપતિ સમાજ આયોજિત સમુલગ્ન સમિતિ દ્વારા 25 મા સમુલગ્નને રંજતજ્યંતી મહોત્સવ તરીકે ઉજવવામાં આવ્યો હતો.પાલનપુર તાલુકાના પારપડા ખાતે યોજાયેલા 25 મા રંજત જયંતી સમૂહ લગ્નોત્સવમાં સમાજના 43 નવ દંપત્તિઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા સમાજ ના ભામાસાઓ દ્વારા દરેક દીકરીઓને તિજોરી, ફ્રિજ, પલંગ, સોનાની બુટ્ટી સહિત 35 જેટલી ઘરવપરાશની ભેટો આપી પ્રોત્સાહિત કરવામાં આવી હતી અને સમાજના દાતાઓ દ્વારા રોકડ દાન આપી સમાજના પ્રસંગને સફળ બનાવ્યો હતો આ સમૂહ લગ્નમા જોડેયેલ તમામ દીકરીઓને તુલસી ના છોડ આપીને સન્માનિત કરવામાં આવી હતી આ સમૂહ લગ્ન મા રાજસ્થાન સરકારના કેબિનેટ મંત્રી જોરારામ કુમાવત ( પ્રજાપતિ) ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ રશિકભાઈ પ્રજાપતિ થરાદ વાવજિલ્લા કલેકટર જે. એસ .પ્રજાપતિ પૂર્વ રાજ્ય સભા સાંસદ દિનેશ અનાવડીયા સમુલગ્ન સમિતિ પ્રમુખ ભરત ભાઈ ઘચેલિયા 180 પ્રજાપતિ સમાજ પ્રમુખ ભીખાભાઇ પ્રજાપતિ ન્યાય સમિતિ પ્રમુખ મોહન ભાઈ પ્રજાપતિ ધારાસભ્ય અનિકેત ઠાકર શ્રેયાંશ ભાઈ પ્રજાપતિ સહિત સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહી નવ દંપતીઓ ને આશીર્વાચન પાઢવ્યા હતા.

Back to top button
error: Content is protected !!